સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » સ્થાનિક » મોદીનું ઈંદૌરમાં વીડિયો કોન્ફરન્સ મારફત સંબોધન
Feedback Print Bookmark and Share
 

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઈંદૌરમાં શનિવારે યોજાઈ રહેલી ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ કોન્કલેવ-2009ને વીડિયો કોન્ફરન્સ મારફત સંબોધતાં નેતૃત્વની પરંપરાગત પરિભાષામાં મૂળભૂત પરિવર્તનની આવશ્યકતા માટે ભાર મૂક્યો હતો.

ઈંદૌર મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે રતન ટાટાને અને ડો. સામ પિત્રોડાને આઈ.એમ.એ.-ગ્લોબલ ઈન્ડિયન લીડરશિપ એવોર્ડ એનાયત કરવા તથા ‘ટ્રાન્સફોર્મિર્મંગ લીડરશિપ-આઈડિયાઝ ટુ આઈકોન્સ’ વિષયક હાર્દરૂપ પ્રવચન આપવાનું નિમંત્રણ મળ્યું હતું, પરંતુ સ્વાસ્થ્યના કારણોસર નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું.

ગુજરાતના વિકાસમાં જનશકિતની ભાગીદારી

કમનસીબે, આપણી લોકશાહી ચૂંટણી પદ્ધતિમાં પાંચ વર્ષનો સત્તાનો કોન્ટ્રાકટ ધરાવતી સરકારનું સ્વરૂપ બની જાય છે, પરંતુ વિકાસમાં જનશકિત વિમુખ રહી જાય છે. જો કે ગુજરાતે વોટબેન્કની રાજનીતિ અને તુષ્ટીકરણનો પરંપરાગત માર્ગ ત્યજી દઈને વિકાસના જે નવા આયામોની વિશિષ્ટ કાર્યસિદ્ધિઓથી દેશ અને દુનિયાનું ઘ્યાન કેન્દ્રિત કર્યું છે.

તેનો શ્રેય નરેન્દ્ર મોદી કે કોઈ સરકારને નથી જતું પણ ગુજરાતની સામૂહિક જનશકિતએ વિકાસમાં ભાગીદારી કરી છે તેને ફાળે જાય છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 2010ના વર્ષમાં તો કોર્ટનો કેસ જે વર્ષે નોંધાય તે જ વર્ષે બોર્ડમાં મુકાશે એવા નિર્ધાર સાથે પડતર કોર્ટ કેસોની સંખ્યાની બાબતમાં ગુજરાત ‘શૂન્ય પડતર કોર્ટ કેસ’ની અનોખી સિદ્ધિએ પહોંચી જઈને ન્યાય પ્રદ્ધતિમાં ક્રાંતિ સર્જશે.
સંબંધિત જાણકારી શોધો