ભાજપા નેતા લાલકૃષ્ણ અડવાણીના વિરુધ્ધ ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં એક જનહિત અરજી દાખલ કરવામાં આવી છે. જેમા કોર્ટ પાસે માંગ કરવામાં આવી છે કે અડવાણીને પોતાના સંસદીય ક્ષેત્ર ગાંઘીનગરમાં ધ્યાન આપવાનો નિર્દેશ કરવામાં આવે.
80 વર્ષીય કેડી પંડ્યા નામના વ્યક્તિએ કોર્ટમાં એક જનહિત યાચિકામાં માંગણી કરી છે એક અડવાણીને પોતાની પાર્ટી પ્રત્યે નિષ્ઠા બતાવતા પહેલા ગાંઘીનગરના મતદાતાઓના પ્રત્યે નિષ્ઠા બતાવવી જોઈએ.
મુખ્ય ન્યાયાધીશ કેએસ રાઘાકૃષ્ણનની ખંડપીઠે જનહિત અરજીને ન્યાયમૂર્તિ એમએસ શાહની અધ્યક્ષતાવાળી પીઠને સોપી દીધી, કારણ કે આ ગુજરાતી ભાષામાં હતી.
પાંડ્યાએ અરજીમાં કહ્યુ કે અમારા દેશમાં સાંસદ વગર મતદાતાઓના પરામર્શના મહત્વપૂર્ણ નિર્ણય કરે છે અને નિર્ણય-નિર્માણની પ્રક્રિયામાં નાગરિકોની તરફથી કોઈ ભાગીદારી નથી.