સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » સ્થાનિક » લેખક કનુભાઈ ભગદેવનું નિધન
Feedback Print Bookmark and Share
 

જાસૂસી વિષયો પર પાંચસોથી વધારે પુસ્તકો લખીને વિક્રમ સર્જનારા જાણીતા લેખક કનુભાઈ ભગદેવનું 73 વર્ષની વયે અવસાન થયું છે.

કનુભાઈના નિધનના સમાચાર પ્રસરતા જ ગુજરાતના સાહિત્ય અને પત્રકારત્વ જગતમાં શોક પ્રસગી ગયો હતો. 17 મી માર્ચ, 1937 માં કરાચીંમા જન્મેલ અને 1938 માં પિતા વસંતભાઈ સાથે રાજકોટ આવીને વસેલા કનુભાઈ ભગદેવને કિશોરાવસ્થાથી જ રહસ્યમય વાર્તાઓને વાંચવાનો શોખ હતો.

1960 થી તેમણે જાસૂસી વાર્તાઓ લખવાનું શરૂ કર્યું હતું. 1970 ના દાયકામાં તેમની નવલકથાઓ લોકપ્રિય બનતી ગઈ અને ગુજરાત તથા મુંબઈના પ્રકાશકોએ તેમની નવલકથાઓ છાપવાનું શરૂ કર્યું. એ પછી મેગેઝીનોએ તેમની રયસ્યમય લધુકથાઓ છાપવાનું શરૂ કર્યું.
સંબંધિત જાણકારી શોધો