સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » સ્થાનિક » કચ્છ જમીન કૌભાંડ : પ્રદીપ શર્માની ધરપકડ
Bookmark and Share Feedback Print
 

વિનાશક ધરતીકંપમાં ચોમેરથી ધ્વસ્ત થયેલા કચ્છને નવેસરથી ધબકતુ કરવામાં જેમના ઝડપી નિર્ણયો તથા વહીવટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું તે તત્કાલીન કચ્છ કલેક્ટર પ્રદીપ શર્માની જથ્થાબંધ બજારને ફાળવાયેલી જમીનના કૌભાઅંડ આચરાયું હોવાના આક્ષેપ સાથે ભાવનગર ખાતેથી ધરપકડ કરાતાં જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ટોચના સનદી અધિકારીની ધરપકડ થઈ હોય તેઓ આ પ્રથમ બનાવ છે. આ સાથે જાણે ધરપકડોનો દૌર શરૂ થયો હોય તેમ ભુજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અરવિંદ હીરજી ઠક્કર સહિતના ત્રણ વેપારીઓની પણ અટકાયત કરી લેવાતા જિલ્લાભરમાં આર્થિક ક્ષેત્રને આંચકો લાગ્યો છે.

એકતરફ ભુજ બજાર નવનિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટે 40 અન્ય સંસ્થાઓને સહયોગે આ ધરપકડોના વિરોધમાં તારીખ સાતના રોજ ભુજ બંધનું એલાન આપ્યું છે તો બીજીતરફ સાચા ભૂકંપગ્રસ્ત વેપારીઓમાં આ ઘટનાઓએ આશા જગાવી છે. તમામ આરોપીઓને કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૃપની કચેરીમાં પુછપરછ ચાલી રહી છે અને તારીખ સાતના રોજ શહેરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાય તેવી સંભાવના છે.

અત્રે જણાવાનું કે, મોડી સાંજે પ્રદીપ શર્માનું બ્લડપ્રેશર વધી જતા ભુજના ખાનગી તબીબે તેમને ચકાસ્યાં હતાં.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games