સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » સ્થાનિક » અમારી પાસે ગાંધી છે : નરેન્દ્ર મોદી
Bookmark and Share Feedback Print
 

ગુજરાતના મુખ્યમંત્રી નરેંદ્ર મોદી રાજ્યમાં ટૂરિસ્ટોને આકર્ષિત કરવા માટે મહાત્મા ગાંધીને ગુજરાતના ભૂમિ પુત્રના રૂપમાં રજૂ કરશે. રાજ્યમાં બાપૂ સાથે જોડાયેલા તમામ સ્થાનોના ભ્રમણ માટે સ્પેશ્યલ પેકેજ ટૂર ઓફર કરવામાં આવશે.

ગુજરાતને દુનિયાના સૌથી અગ્રણી ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાં શામેલ કરવાના હેતુંથી મોદી દુનિયામાં શાંતિના આ મહાન દૂતની માર્કેટિંગનો આશરો લેશે.

મોદીએ બાપૂની 62 મી પુણ્યતિથિ પર તેમના જન્મસ્થાન પોરબંદરમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા કહ્યું હતું કે, અમારી પાસે ગાંધી છે તો અમે પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે અન્ય કોઈ વસ્તુની શું જરૂરિયાત છે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games