સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » સ્થાનિક » મોદીની તુલના હવે પ્રભુ રામ સાથે...!
Bookmark and Share Feedback Print
 

modi-ram
W.D
W.D
ગુજરાત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ પ્રદેશના મુખ્યમંત્રી નરેંદ્ર મોદીની ભગવાન રામ અને મહાત્મા ગાંધી સાથે તુલના કરી છે. ડાંગ જિલ્લાના જિલાધીશ ગિરીશ શાહે શુક્રવારે ગરીબ કલ્યાણ મેળાના સમારોહમાં કહ્યું કે, આ દિવસ ઐતિહાસિક છે જ્યારે મોદીએ જિલ્લાનો પ્રવાસ કર્યો છે. તેમણે આ દિવસની તુલના ભગવાન રામની યાત્રા વાળા દિવસ સાથે કરી.

શાહે કહ્યું કે, આજે ડાંગ માટે બીજો ઐતિહાસિક દિવસ છે. પ્રથમ એ હતો જ્યારે ભગવાન રામ અહીં સ્થિત શબરી આવ્યાં હતાં. આજે નરેન્દ્ર મોદી અમારી પાસે આવ્યાં છે. તે ડાંગના આદિવાસીઓ માટે ભગવાન રામનો અવતાર છે. મોદી હિંદુઓ માટે રામ, મુસ્લિમો માટે રહીમ અને ઈસાઈઓ માટે ઈશું છે. તે અનાથોના ભગવાન અને ગુજરાતના સેવક છે. અમે તેમની આ યાત્રા પર ગર્વ છે.

શાહે કહ્યું કે, મહાત્મા ગાંધીએ સરદાર પટેલ અને અન્ય નેતાઓ સાથે મળીને અમને સ્વતંત્રતા અપાવડાવી. આ પ્રકારે મુખ્યમંત્રી અમારા માટે સમૃદ્ધિ લાવ્યાં છે. ગાંધી દેશને સ્વતંત્ર કરાવવા માટે છડી લઈને આવ્યાં હતાં અને મોદી જરૂરિયાતમંદોને રાહત અપાવડાવવા માટે ઘરે ઘરે જઈ રહ્યાં છે.

આ પ્રથમ વખત નથી બન્યું જ્યારે ગુજરાતના કોઈ નોકરશાહે મુખ્યમંત્રી મોદીના આવા ગુણગાન કર્યા છે. ઓગસ્ટ 2008 માં અમરિલાના જિલ્લાધીશ ડી જી ઝાલવડિયાએ એક સાર્વજનિક સમારોહમાં મોદીના પગ પકડ્યાં હતાં. મોદીએ અધિકારીને અમેરેલીમાં વિકાસ કાર્યો માટે એક કરોડનો ચેક આપ્યો હતો.

શાહનો સંપર્ક સાધવા પર તેમણે કહ્યું કે, તેમને કાલે રાત્રે ખુબ જ તાવ આવ્યો હતો અને તેમને યાદ નથી કે, તેમણે સમારોહ દરમિયાન શું કહ્યું હતું. મેં કોઈ લેખિત ભાષણ તૈયાર કર્યું ન હતું અને જે બોલ્યો તે તાત્કાલિક હતું.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games