સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » સ્થાનિક » સ્વાઈન ફ્લૂથી વધુ બે ના મૃત્યુ
Bookmark and Share Feedback Print
 

સ્વાઈન ફ્લૂનો આતંક ઘેરો બની રહ્યો છે ત્યારે મંગળવારે વધુ બે વ્યક્તિઓના આ જીવલેણ રોગથી મોત નીપજ્યાં હતાં. જ્યારે જુદી જુદી હોસ્પિટલોમાં વધુ આઠ દર્દીઓ સ્વાઈન ફ્લૂના પોઝિટીવના નોંધાયા છે.

રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં મંગળવારે છ વર્ષીય શર્મિલાબેન ઉદયભાઈનું સ્વાઈન ફ્લૂથી મોત નીપજ્યું હતુ. જ્યારે મધ્યપ્રદેશના વતની 25 વર્ષીય પંકજ કિશનચંદ્ર દ્રિવેદીનું વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં મોત થયું હતું.

આમ સ્વાઈન ફ્લૂથી વધુ બેના મોત નીપજતા મોતનો આકંડો 256 ની સંખ્યાએ પહોંચ્યો છે. દરમિયાન સ્વાઈન ફ્લૂ પોઝિટીવ દર્દીઓની સંખ્યા પણ 1348 ની સંખ્યાએ પહોંચી છે જેમાં વધુ આઠ કેસો નોંધાયા હતાં.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games