સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય | ભગવાન જગન્નાથની રથયાત્રા | ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » સ્થાનિક » સીબીઆઈ મોદીની પૂછપરછ કરી શકે છે
Bookmark and Share Feedback Print
 

N.D
અમિત શાહના નિવેદન પર સીબીઆઈ મોદીની પૂછપરછ કરી શકે છે.

સીબીઆઈની પૂછપરછમાં અમિત શાહે કહ્યુ કે તેને દરેક વખતે મુખ્યમંત્રીને રિપોર્ટ કરવી પડતી હતી. અમિત શાહના આ નિવેદન પછી સીબીઆઈ હવે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ફરીથી પૂછપરછ કરી શકે છે.

એસપી અમિતાભ ઠાકુરની આગેવાનીવાળી ત્રણ સભ્ય ટીમે બુધવારે સાબરમતી જેલમાં શાહની પૂછપરછ કરી. સીબીઆઈની વિશેષ કોર્ટે સીબીઆઈને શાહની પૂછપરછ માટે ત્રણ દિવસોનો સમય આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે સોહરાબુદ્દીન બનાવટી એનકાઉંટર બાબતે સીબીઆઈ અમિત શાહને પૂછ્પરછ કરી રહી છે. બુધવારે શાહને પૂછપરછ કરવા દરમિયાન બે વીડિયોગ્રાફર, એક વકીલ અને જેલ અધિકારી પણ હાજર હતા. સીબીઆઈ તપાસ દળે શાહ માટે 32 પ્રશ્નો તૈયાર કર્યા છે.

આઈપીએસ અધિકારી ગીતાને સમન

કેંદ્રીય તપાસ બ્યુરોએ ગુજરાતની આઈપીએસ અધિકારી ગીતા જૌહરીને સમન મોકલ્યુ છે. સોહરાબુદ્દીન બનાવટી
એનકાઉંટરની પ્રથમ તપાસ રિપોર્ટ દાખલ કરનારી આઈપીએસ અધિકારી ગીતા જૌહરીને પણ 10 ઓગસ્ટના રોજ પૂછપરછ માટે બોલાવી છે.

ગીતા આ સમયે રાજકોટની પોલીસ કમિશ્નર છે. આ સમયે તે લંડનમાં છે. તે 8 ઓગસ્ટના રોજ રાજકોટ આવે તેવી શક્યતા છે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games