આંતરરાષ્ટ્રીય | ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન | ભગવાન જગન્નાથની રથયાત્રા | અયોધ્યા | વાઈબ્રંટ ગુજરાત | મોદીનું અનશન | રાષ્ટ્રીય | સ્થાનિક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » સ્થાનિક » ગુજરાત વિધાનસભા બજેટ સત્ર આજથી શરૂ

P.R
આજથી તા. ૨૩ ફેબુ્રઆરીથી ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો પ્રારંભ રાજ્યપાલના પ્રવચનથી થશે. ૨૦૧૨ થી ૨૦૧૭ની પંચવર્ષિય યોજનાનું કદ વધવાની સાથે ગુજરાત સરકારના અંદાજપત્રનું કદ પણ વધશે. તા. ૩૦ માર્ચ સુધી. વિરોધ પક્ષ પ્રથમ દિવસથી જ રાજ્યપાલનું પ્રવચન શરૃ થતાં તેમના વિરોધના દર્શન કરાવશે. ભાજપ દ્વારા પણ કેન્દ્ર સરકારના ભ્રષ્ટાચારના મુદ્દે વળતો હુમલો કરશે. બંને પક્ષોની વિધાનસભા પક્ષની બેઠક આજે સવારે ૧૦ થી ૧૧ વાગે મળશે.

આ પહેલા બુધવારે સવારે ભાજપ અને કોંગ્રેસની વિધાનસભા પક્ષની બેઠકોમાં રણનીતિ ઘડાઇ હતી આ સિવાય ગૃહમાં નવા ફેરફારો થશે એવું મનાય છે.
બજેટ સત્રમાં તા. ૨૪ ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી વજુભાઈ વાળા દ્વારા ૧૮મી વખત બજેટ રજૂ થશે. ગત વર્ષે રૃા. ૮૦.૬ હજાર કરોડનું કુલ બજેટ રજુ થયું હતું. વર્ષ ૨૦૧૨-૧૩ના વર્ષમાં કુલ બજેટ (પ્લાન અને નોન પ્લાન)ની રકમ રૃા. ૪૦ હજાર કરોડ જેટલી વધવાની શક્યતા છે. આ ચૂંટણીનું વર્ષ હોવાથી બજેટમાં વ્યાપકપણે રાહતો જાહેર કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા જે મુદ્દાઓ ઉછાળવામાં આવે છે તેમાં રાહતો આપીને ભાજપ સરકાર કોંગ્રેસના મુદ્દાઓ છીનવી લેશે. ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નો, આદિવાસીઓ અને દલિતોના પ્રશ્નો, પેટ્રોલ-ડીઝલ પરના વેટના દરો, ખાતર પરના વેટના દરો વગેરેમાં રાહત આપવામાં આવે એવી શક્યતા છે.

કોંગ્રેસ પક્ષ દ્વારા સત્ર દરમિયાન ભાજપ સરકારના ભ્રષ્ટાચાર ઉપરાંત સદ્ભાવના ઉપવાસને ટારગેટ બનાવી સરકાર પર વિવિધ ચર્ચાઓમાં આક્ષેપો કરશે. તો ભાજપના મંત્રીઓ અને સભ્યો દ્વારા કેન્દ્ર સરકારના ભ્રષ્ટાચારોનો વળતો હુમલો કરશે.

બંને પક્ષોની રણનીતિ હવે પછી યોજાનારી તેમના પક્ષની બેઠકોમાં સભ્યોને જણાવશે. ભાજપના ધારાસભ્યાની બેઠક સવારે ૧૦ વાગે વિધાનસભા કમીટીરૃમમાં તથા કોંગ્રેસના સભ્યોની બેઠક સવારે ૧૧ વાગે તેમના કમીટી રૃમમાં મળશે. બપોરે ૧૨ વાગે સત્રનો પ્રારંભ થશે.

વિધાનસભા ગૃહના નિર્માણને ૩૦ વર્ષ જેટલો સમય થયો હોવાથી ગૃહમાં સાઉન્ડ સિસ્ટમ બદલવામાં આવી છે. અત્યાર સુધી બે સભ્યોની એક પાટલી પર એક માઈક હતું હવે મંત્રીઓની માફક સભ્યોને પણ અલગ એટલે કે એક પાટલી પર બે માઈકની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉપરાંત ગૃહમાં પાંચ મોટી સ્ક્રીનના એલ.સી.ડી. ટી.વી. મુકવામાં આવ્યા છે. ઘોંઘાટ વચ્ચે સભાનું વક્તવ્ય મંત્રી અને અધ્યક્ષ સ્પષ્ટ સાંભળી શકે તે માટે હેડફોનની સુવિધા ઉમેરવામાં આવી છે. દરેક વક્તવ્ય સ્પષ્ટ સાંભળી શકાય તે પ્રકારની આધુનિક સાઉન્ડ સિસ્ટમ મુકવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પૈકી માણસાના ધારાસભ્ય મંગળદાસ પટેલના અવસાનથી એક બેઠક ખાલી છે. ૧૮૧ બેઠકો પૈકી ભાજપના ૧૨૧ સભ્યો, કોંગ્રેસના ૫૪ સભ્યો, એન.સી.પી.ના ૩ સભ્યો, એક જનતાદળ અને એક અપક્ષ ધારાસભ્ય ચે.

શાસક વિપક્ષના સહકારથી વિધાનસભાનું કામ શાંતિથી ચાલશે

આજથી શરુ થતા ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર અંગે વિધાનસભાના અધ્યક્ષ ગણપતભાઈ વસાવાએ આશા- અપેક્ષા વ્યક્ત કરી હતી કે, શાસક અને વિપક્ષ બંને પક્ષોના સહયોગ અને સહકારથી સમગ્ર સત્ર શાંતિપૂર્ણ રીતે પ્રજાકીય કામોનો યોગ્ય રીતે ઉકેલ લાવી શકશે. સંસદીય પ્રણાલિ મુજબના તમામ કામો સારી રીતે પાર પાડી શકાશે ગત સત્રમાં જે પ્રકરે વિપક્ષનો સહકાર મળ્યો છે તેવો જ સહકાર આગામી સત્રમાં મળી રહેશે







સૌજન્ય - જીએનએસ
સંબંધિત જાણકારી
WebduniaWebdunia
Photogallery | Games