ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

મફત કૉપી’ - પ્રોફેશનલી માર્કેટિંગનો એક સાવ નવતર 'મફત' કીમિયો

P.R
કોઈ કાગળ કે ડૉક્યુમેન્ટની ઝેરોક્સ એટલે કે ફોટો કૉપી કરાવવા તમારે ક્યારેક અને ક્યારેક તો જવું જ પડ્યું હશે અને એટલે જ એના માટે લેવામાં આવતા એક અને બે રૂપિયાની પણ તમને ખબર જ હશે, પણ રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી ‘મફત કૉપી’ નામની દુકાનમાં ફોટો કૉપી માટે એક નવો પૈસો પણ નથી લેવામાં આવતો! આ સેવા કે સદાવ્રત નથી પણ માર્કેટિંગનો એક સાવ નવતર કીમિયો છે અને આ નવતર કીમિયો રાજકોટની એસ. એન. કે. સ્કૂલમાં દસમું ધોરણ ભણતા રાહિશ કાલરિયા, ધ્રુવિલ જોષી, જિગર પરસાણા અને તન્મય વાછાણી એમ ચાર છોકરાઓએ અમલમાં મૂક્યો છે. બન્યું એવું હતું કે સ્કૂલમાં ભણતા આ છોકરાઓને સ્કૂલના અલગ-અલગ પ્રોજેક્ટ માટે વારંવાર ફોટોકૉપી કરાવવી પડતી હતી. એક વખત ફોટોકૉપી કરાવતી વખતે છોકરાઓને મનમાં એમ જ વિચાર આવ્યો કે કોઈ મફત ફોટોકૉપી કેમ નહીં કરી આપતું હોય. આવેલો આ વિચાર છોકરાઓના મનમાં ઘર કરી ગયો અને છોકરાઓએ મફત ફોટોકૉપી શું કામ ન થઈ શકે એ દિશામાં વિચારવાનું શરૂ કર્યું. તન્મય સમજાવતાં કહે છે, ‘મોટા ભાગની ફોટોકૉપીમાં પાછળનો ભાગ કોરો રહી જાય છે. જો એ કોરા ભાગમાં ઍડ છાપવામાં આવે તો ફોટોકૉપી મફત આપી શકાય. અમે આ વિચારનો અમલ પહેલાં અમારા સર્કલમાં કર્યો. સર્કલમાંથી જ ઍડ લીધી અને સ્કૂલના સ્ટુડન્ટ્સને ફ્રી ફોટોકૉપી છાપી આપી, પણ બે મહિના પછી ઍડ-રેવન્યુમાંથી નફો થવા માંડ્યો એટલે અમે પેરન્ટ્સની પરમિશન લઈને આ કામ પ્રોફેશનલી શરૂ કર્યું.’

શુક્રવારથી શરૂ થયેલી ‘મફતકૉપી’ને જબરદસ્ત રિસ્પૉન્સ મળ્યો છે અને દરરોજ ઍવરેજ ૨૦૦૦ ફોટો કૉપી થાય છે. એક વ્યક્તિને મૅક્સિમમ ૫૦ ફોટો કૉપી કરી આપવાનો નિયમ પણ બનાવવામાં આવ્યો છે. સ્કૂલે જવાનું હોવાથી સ્ટુડન્ટ્સે એક અસિસ્ટન્ટ પણ રાખ્યો છે, જે દુકાન ખોલવાથી લઈને દુકાન વધાવવા સુધીનું કામ કરે છે. સ્ટુડન્ટ્સનું માનવું છે કે માણસનો પગાર, દુકાનનું ભાડું અને ઇલેક્ટિસિટી બિલ જેવો ખર્ચ કાઢ્યા પછી પણ તેમને મહિને ચાલીસથી પચાસ હજાર રૂપિયાનો પ્રૉફિટ થશે.