શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ, , મંગળવાર, 26 જુલાઈ 2016 (13:33 IST)

રોગચાળો ફેલાયો

ચોમાસુ શરૂ થતા જ અમદાવાદ શહેરમાં જાણે કે રોગચાળાએ પોતાનો ભરડો લીધો હોય તેવુ લાગી રહ્યુ છે. ચાલુ મહિને શહેરમાં પુરતો વરસાદ પણ વરસ્યો નથી ત્યાં સાદા મેલેરીયાના ૩૪૮ કેસ નોંધાયા છે. જ્યારે ઝેરી મેલેરીયાના ૧૦ અને ડેંગ્યુને ૨૪ કેસ નોંધાયા છે.

જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધી સાદા મેલેરીયાના ૨૧૯૧, ઝેરી મેલેરીયાના ૮૮, ચિકન ગુનિયાના ૨ અને ડેંગ્યુના ૨૪૨ કેસ નોંધાયા છે.  છેલ્લા છ મહિના દરમિયાન કોર્પોરેશન દ્વારા  શહેરના ૪૧૬૮૪૦ લોકોના બ્લડ સેમ્પલની તપાસ કરવામાં આવી છે.

જેમાં આ મચ્છરજન્ય રોગચાળો નોંધાયો છે. આ ઉપરાંત શહેરમાં પાણીજન્ય રોગચાળાનું પ્રમાણ પણ
વધી રહ્યુ છે. ચાલુ મહિને પ્રથમ ૨૩ દિવસમાં શહેરમાં ઝાડા-ઉલ્ટીના ૮૦૧, કમળાના ૧૭૩, ટાઈફોઈડના ૧૯૯ અને કોલેરાના ૧૯ કેસ નોંધાયા છે.

જ્યારે ચાલુ વર્ષની વાત કરીએ તો પ્રથમ છ મહિનામાં ઝાડા-ઉલ્ટીના ૬૨૭૭, કમળાના ૧૯૨૦, ટાઈફોઈડના ૧૭૦૨ અને કોલેરાના ૭૦ કેસ નોંધાયા છે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા મે મહિનામાં શહેરમાં અલગ-અલગ ૧૪૧ સ્થળે ખાદ્ય પદાર્થોના નમુના લેવામાં આવ્યા છે. જેમાંથી ૨૩ નમુના અપ્રમાણિત જાહેર થયેલા છે.   તો જુન મહિનામાં ૨૦૧ નમુના લેવાયા હતા, જેમાંથી ૧૮ નમુના અપ્રમાણિત જાહેર થયા હતા.