રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 4 જુલાઈ 2017 (16:24 IST)

પોતાના પ્રેમી/પ્રેમિકાને હંમેશા બાંધી રાખવા માટે અપનાવો આ 3 ટોટકા

મોટાભાગના લોકો પોતાને માટે એક જીવનસાથીની શોધ તો કરી લે છે પણ એ સંબંધોને પોતાના બનાવી રાખવા તેમને માટે સાચો પ્રેમ મેળવવા જેટલુ જ મુશ્કેલ છે. 
 
એવુ કહેવાય છે કે જો તમાર સંબંધોમાં જરાપણ ખટાશ છે તો એવા સંબંધોને આખી જીંદગી નિભાવી શકવા જીવનની સૌથી મોટી મુશ્કેલીમાંથી એક છે. 
 
આમ તો લોકો પાસે જીવનસાથીને બદલવા માટે વિકલ્પની કોઈ કમી રહેતી નથી. પણ કેટલાક એવા પણ હોય છે જેમને પોતાના જીવનમાં એક જ વ્યક્તિ સાથે પ્રેમ હોય છે કે પછી જેના પ્રત્યે પણ સાચો પ્રેમ હોય છે તેઓ તેને ગુમાવવા માંગતા નથી. તો એવામાં કેટલાક એવા ટોટકા છે જે તમારા પ્રેમી કે પ્રેમિકાને તમારી પાસે જ રાખવામાં મદદ કરશે. 
 
જી હા જે રીતે દરેક મુસીબતનો કોઈને કોઈ ઉકેલ હોય છે.. ઠીક એ જ રીતે પ્રેમીને બાંધી રાખવા જેવા મુશ્કેલ કામ માટે પણ કેટલાક સહેલા ટોટકા છે.. શુ ખબર તેને અજમાવ્યા પછી તમારા પ્રેમભર્યા જીવનમાં ફરીથી ખુશીઓ દોડી આવે.. જો કે આ બધુ પૌરાણિકકાળથી ચાલતુ આવ્યુ છે. ટોટકાના માહિતગારોનુ માનીએ તો આ ખૂબ જ અસરદાર પણ હોય છે. 
 
1.  આ માટે તમારે સૌ પહેલા ધતૂરાના બીજ, નારિયળ અને થોડી કપૂર લો. ત્યારબાદ તેને ઝીણુ વાટી લો. હવે તેમા થોડુ મધ નાખો. હવે રોજ ઘરમાંથી બહાર નીકળતા પહેલા તેનુ તિલક માથા પર લગાવો. એવુ માનવામાં આવે છે કે આવુ કરવાથી પ્રેમી/પ્રેમીકા છોડીને જતા નથી અને એકબીજા વચ્ચે ક્યારેય ઝગડો થતો નથી. 
 
2. પ્રેમની શરૂઆત - કોઈ કશુ પણ કહે પણ પ્રેમની શરૂઆતમાં આકર્ષણનો મુખ્ય રોલ હોય છે. તેથી જરૂરી છે કે તમારા આકર્ષણને મેંટેન રાખો. આ માટે એક કેળુ લો અને તેમાં થોડુ ગોરોચન મિક્સ કરીને તેનો લેપ બનાવો. રાત્રે સમય આ લેપને માથા પર લગાવો. તેમા તમારે ચમત્કારિક આકર્ષણ શક્તિ આવી જશે. 
 
3. પતિનો પ્રેમ - આ ઉપાય ખાસ કરીને મહિલાઓ માટે છે. પતિનો પ્રેમ નથી મળી રહ્યો કે પ્રેમી તમારાથી દૂર જઈ રહ્યો છે તો શુક્રવારના દિવસે 3-4 ઈલાયચી લો અને ભગવાન શ્રીકૃષ્ણને યાદ કરતા ઈલાયચીઓને શરીર સાથે સ્પર્શ કરાવીને સાડીના પલ્લૂ સાથે બાંધી લો. 
 
6. બીજા કપડા - બીજા કપડા પહેર્યા છે તો ઈલાયચી રૂમાલમાં બાંધીને તમારી પાસે મુકો. 
 
7. શનિવારની સવાર -  શનિવારની સવારે એ ઈલાયચીને કોઈ ખાવાની વસ્તુ સાથે મિક્સ કરીને પોતાના પતિ/પ્રેમીને ખવડાવો. આ ટોટકા ઓછામાં ઓછા ત્રણ શુક્રવાર કરો. તમને તમારા સાથીનો ગુમાવેલો પ્રેમ ફરી મળશે.