શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 માર્ચ 2023 (10:27 IST)

BJP નેતાના કુવામાંથી મળી 30 કિલો ચાંદી, ગુજરાતની 1400 કિલો ચાંદી લૂંટના જોડાયેલા છે તાર, જાણો સમગ્ર મામલો

Silver
મધ્યપ્રદેશ પોલીસના હાથમાં મોટો ખજાનો લાગ્યો છે. પોલીસે દેવાસમાંથી 100 કિલો ચાંદી જપ્ત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આમાં દેવાસની કંજર ગેંગનો હાથ હોવાનું જાણવા મળ્યું છે. આ ગેંગના ચાર આરોપીઓની 4 માર્ચે 70 કિલો ચાંદી સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત ભાજપના નેતા ગૌતમ સિંહ રાજપૂતના કૂવામાંથી 30 કિલો ચાંદી જપ્ત કરવામાં આવી છે. 17 ફેબ્રુઆરીએ રાજકોટ-અમદાવાદ હાઇવે પર થયેલી 1400 કિલો ચાંદીની લૂંટ સાથે આટલો જથ્થો ચાંદીનો જથ્થો મેળવવામાં આવી રહ્યો છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો... 
 
દેવાસ પોલીસે જણાવ્યું કે તેમને માહિતી મળી હતી કે ત્યાં ચાંદીની કોઈ વસ્તુ પડી છે. જ્યારે તેણે જંગલમાં કૂવાની શોધ કરી તો તેમાં એક કોથળો મળી આવ્યો. જેમાં 30 કિલો ચાંદીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે આ મામલે ભારતીય જનતા પાર્ટીના નેતા ગૌતમ સિંહ રાજપૂત સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે જંગલમાં તેમનો કૂવો છે. જે ગુનાહિત સ્વભાવના લોકોની જમીન સાથે જોડાયેલ છે અને કૂવો જંગલમાં હોવાથી તેની કોઈ કાળજી લેતું નથી.
 
પ્રાપ્ત માહિતી અનુસાર ગૌતમસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ગુનેગારોની જમીન કુવા સાથે જોડાયેલી છે. આ લોકોએ હરિયાણામાં ચોરીઓ કરી છે. તેણે આ ગુનેગારનું નામ હેમરાજ ઝાલા જણાવ્યું હતું અને તેના વિશે જિલ્લાના એસપીને પણ જાણ કરી હતી.
 
બીજેપી નેતાએ કહ્યું કે કૂવો સામાન છુપાવવાનું સાધન બની ગયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, બીજેપી નેતાએ જણાવ્યું કે ગત વર્ષે કૂવો ખોદવામાં આવ્યો હતો. ત્યારે આ કૂવામાંથી બાઇકની ચેચિસ મળી આવી હતી. તેમણે કહ્યું કે જંગલમાં આ કૂવો ગુનેગારો માટે આશ્રયસ્થાન બની ગયો છે.