રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 માર્ચ 2019 (14:02 IST)

જાણો ગુજરાતની 3 હજાર મહિલાઓએ કેમ પીએમ મોદીને પત્રો લખ્યાં

તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને ખનીજ ચોરીમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગાઉ પણ વેરાવળમાં ભગવાન બારડના સસ્પેન્સનને લઇને આહિર સમાજનું સંમેલન યોજાયું હતું. ત્યારે ભગવાન બારડે જણાવ્યું હતું કે, જો હું માની ગયો હોત તો લાલ લાઇટવાળી ગાડીમાં હોત. આજે તેના સસ્પેન્સનને રદ કરવાની માંગ સાથે તાલાલા-સુત્રાપાડા મત વિસ્તારની 3 હજાર મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખી રજૂઆત કરી છે. મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો: મોદીને પોસ્ટકાર્ડ લખી મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમારા ધારાસભ્ય નિર્દોષ અને સાચા છે. સત્ય બહાર લાવીને રહીશું.