રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 17 ફેબ્રુઆરી 2024 (19:10 IST)

પિલવાઈ કોલેજમાં ભારતમાં આર્થિક ઉદારીકરણના ત્રીસ વર્ષનો અનુભવ અને અસરો પર સેમીનાર યોજાયો

A seminar at Pillai College
A seminar at Pillai College

આજે ડૉ જે ડી તલાટી વિદ્યાસંકુલમાં આવેલી શ્રી યુ પી આર્ટસ શ્રીમતી એમ જી પંચાલ સાયન્સ અને શ્રી વી એલ શાહ કોમર્સ કોલેજમાં અર્થશાત્ર ઈતિહાસ અને મનોવિજ્ઞાન વિભાગ દ્વારા એક દિવસનો રાષ્ટ્રીય કક્ષાનો સેમીનાર યોજવામાં આવ્યો હતો.ભારતમાં આર્થિક ઉદારીકરણની સામજિક અને આર્થિક અસરો અને અનુભવ વિષય પર યોજાયેલા આ રાષ્ટ્રીય સેમિનારમાં ગુજરાત યુનિવર્સિટી જર્નાલિઝમ વિભાગના અધ્યક્ષ પ્રો ડૉ સોનલ પંડ્યા અને અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજના અધ્યાપિકા ડૉ પીન્કી દેસાઈ મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા.

આ પ્રસંગે અર્થશાસ્ત્ર વિષયના અધ્યક્ષ પ્રો.કાર્તિકેય ભટ્ટ દ્વારા સેમિનારનું મહત્વ અને વિષયની પ્રાસંગિકતા રજુ કરવામાં આવી હતી. આ સેમિનારમાં એકસોથી વધુ અધ્યાપકોએ ભાગ લીધો હતો. જેમાં 75થી વધુ સંશોધન પત્રો રજૂ થયાં હતાં. ગુજરાત યુનિવર્સિટી જર્નાલિઝમ વિભાગના અધ્યક્ષ પ્રો.ડૉ.સોનલ પંડ્યાએ આ પ્રસંગે ભારતમાં આર્થિક ઉદારીકરણ બાદ મહિલાઓની બદલાયેલી ભૂમિકા માટે પ્રવચન આપ્યું હતું. તેમણે માર્મિક રીતે કહ્યું હતું કે ભારતમાં સ્ત્રીઓની સ્થિતિ બદલાઈ છે પણ દરજ્જો બદલાયો નથી.

ભારતની આર્થિક પ્રગતિમાં મહિલાઓનો ફાળો અવગણી શકાય તેમ નથી પણ મહિલાઓના કામને આદર મળતો નથી. સ્ત્રીઓ એ પણ જુદા જ માપદંડોને અગત્યના ગણ્યા છે.અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજના અધ્યાપિકા ડૉ પીન્કી દેસાઈ એ 1991થી 2021ના 30 વર્ષ દરમિયાન ભારતની આર્થિક સ્થિતિના પરિવર્તનો માટે કહ્યું હતું કે ગ્રોથને મહત્વ આપવામાં ગોલ છૂટી ગયો છે અને જો સ્ત્રીઓનું પ્રદાન માપીએ તો ભારત ક્યારનુંય ફાઈવ ટ્રીલીયન ડોલર ઈકોનોમીમાં પહોચી ગયું છે.