રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 18 માર્ચ 2019 (12:22 IST)

અમદાવાદને હેરિટેજ સીટી દરજ્જા સામે ટોળાઈ રહેલો સંકટ

અમદાવાદ શહેરની ઐતિહાસિકતા અને તેના ઐતિહાસિક વારસાને લઇ તેને હેરિટેજ સીટીનું ગૌરવવંતું બિરુદ મળ્યું હતું, પરંતુ હવે આ હેરિટેજ સીટીનું સ્થાન જ નહીં, પરંતુ ઐતિહાસિક સ્મારક અને મકાનોનો વારસો પણ ખતરામાં દેખાઈ રહ્યો છે. એક અંદાજ મુજબ હજુ એક દાયકા પહેલાં કોટ વિસ્તારમાં બાર હજારથી વધુ હેરિટેજ મકાનો હતાં. ગેરકાયદે બાંધકામોના રાફડા ફાટી નીકળતાં ઘટીને રર૩૬ મકાન શેષ રહ્યાં છે. 
સૂત્રોના જણાવ્યા મુજબ સેપ્ટના સર્વેના ત્રણેક વર્ષમાં રર૩૬ હેરિટેજ મકાન ઓછાં થઇ ગયાં છે તો આગામી દિવસોમાં શહેર હેરિટેજ સિટીનો સંકટમમાં મુકાઇ જશે તેમાં કોઇ શંકા નથી. અમદાવાદ શહેરને તેના કોટ વિસ્તારના હેરિટેજ સ્થાપત્યને લઇ યુનેસ્કો દ્વારા હેરિટેજ સિટીનું ગૌરવપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું હતું. પણ શહેરનો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આગામી દિવસોમાં ભયમાં મુકાય તેવી ચિંતાજનક સ્થિતિ ઊભી થઇ રહી છે. 
સેપ્ટના એક સર્વે મુજબ શાહપુર, કાલુપુર, દરિયાપુર, ખાડિયા, જમાલપુર અને રાયખડ વોર્ડના ગ્રેડ-બે અ શ્રેણીનાં કુલ ૯પ મકાન, ગ્રેડ-બે બ શ્રેણીનાં કુલ પ૪૭ મકાન અને ગ્રેડ-ત્રણ શ્રેણીનાં કુલ ૧પ૯૪ મકાન મળી કુલ રર૩૬ મકાનને હેરિટેજ મકાન જાહેર કરાયાં હતાં. ઉપરાંત ૪૪૯ સ્થાપત્યને પણ ગ્રેડેશન મુજબ હેરિટેજ સ્થાપત્ય તરીકે અલગ તારવાયાં હતા. તંત્રના સેપ્ટ આધારિત સર્વે હેઠળનાં રર૩૬ હેરિટેજ મકાનના મામલે તાજેતરમાં જ ચોંકાવનારી વિગત બહાર આવી હતી. 
ગત ચોમાસામાં હાથ ધરાયેલા સર્વે મુજબ કોટ વિસ્તારનાં વર્ષો જૂનાં ૬૦૦થી વધુ મકાનો મરામતના અભાવે જોખમી બની રહ્યાં હોઇ ત્યાંના લોકો કોટ વિસ્તારમાંથી હિજરત કરી રહ્યા છે જેના કારણે કેટલીક પોળોમાં તો વેપારીઓના માલસામાન મૂકવામાં આવે છે. કોટ વિસ્તારમાં અગાઉ ટી-ગર્ડર નીતિનો અનેક મકાનના રિપેરિંગમાં ખુલ્લેઆમ દુરુપયોગ થવાથી તેના પર લાંબા સમયથી પ્રતિબંધ મુકાયો હોવા છતાં બિલ્ડર માફિયાઓના વર્ચસ્વના કારણે વધુ ને વધુ રહેણાંકનું વ્યાપારીકરણ થઇ રહ્યું છે. 
સાથે સાથે કોટ વિસ્તારની હેરિટેજ અસ્મિતા જોખમાઇ છે. તંત્રના પ્રાથમિક અંદાજમાં કોટ વિસ્તારનાં પ૦થી ૧૦૦ હેરિટેજ મકાન ઘટ્યાં હોવાની ચર્ચા ઊઠી છે. કોટ વિસ્તારનાં આશરે આમાં જે તે હેરિટેજ મકાનને તેના ગ્રેડેશન મુજબ લાગનારી હેરિટેજ પ્લેટ લગાવાની કામગીરીમાં થતો વિલંબ પણ ચિંતાનો વિષય બન્યો છે.