રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 1 નવેમ્બર 2021 (10:29 IST)

અમદાવાદમાં સૌથી નીચું 14.7 ડિગ્રી તાપમાન નોંધાયું

ઠંડા પવન અને રેડિએટિવ કુલિંગની અસરોને કારણે રાજ્યના મોટા ભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડતાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રવિવારે અમદાવાદમાં ઓકટોબર મહિનામાં 9 વર્ષ બાદ સૌથી નીચું 14.7 ડિગ્રી નીચું તાપમાન નોંધાયું હતું, જ્યારે રાજ્યનાં 14 શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રી નીચે નોંધાયો હતો. આગામી બેથી ત્રણ દિવસો સુધી શહેરમાં ઠંડીનો ચમકારો યથાવત રહેવાની વકી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના આંકડા મુજબ, રવિવારે અમદાવાદમાં વહેલી સવારથી જ ઠંડીનું જોર વર્તાયું હતું. અમદાવાદનું મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી જ્યારે લઘુતમ તાપમાન 4.2 ડિગ્રી ગગડીને 14.7 ડિગ્રી નોંધાયું હતુું. આ પહેલા 29 ઓક્ટોબર 2012નાં રોજ ઠંડીનો પારો 15.8 ડિગ્રી નોંધાયો હતો.