રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 ઑક્ટોબર 2023 (11:21 IST)

આજથી અમદાવાદના રીક્ષાચાલકો હડતાળ પર

- આજથી અમદાવાદના રીક્ષાચાલકો હડતાળ પર 
- રીક્ષાચાલકોએ ભૂખ હડતાળની પણ ચીમકી આપી  
- ઓનલાઈન એપથી ટુ વ્હીલર મુસાફરીનો ક્રેઝ વધતા 
- રીક્ષાચાલકોની રોજી પર અસર પડી...
 
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયને આજથી ત્રણ દિવસ એટલે કે 3 ઓક્ટોબરથી પાંચ ઓક્ટોબર સુધી રિક્ષા સ્વયંભૂ બંધનું એલાન કર્યું છે. 

રિક્ષાચાલક એસો. દ્વારા ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી સફેદ નંબર પ્લેટ પર ચાલતા ટુ વ્હીલરના વિરોધમાં 3 ઓક્ટોબરથી 5 ઓક્ટોબરના રોજ રિક્ષા સ્વયંભુ બંધનું એલાન આપ્યું હતું. જોકે, હવે રિક્ષાચાલક એસો. દ્વારા બંધના એલાન સાથે ભૂખ હડતાળ કરવાની પણ જાહેરાત કરી છે.