રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 18 ઑક્ટોબર 2023 (13:05 IST)

કિરણ પટેલ બાદ હવે વડોદરામાંથી ઝડપાયો નકલી PMO ઓફિસર, મયંક તિવારીની ધરપકડ

Mayank Tiwari
Mayank Tiwari
ગુજરાતમાં મહાઠગ કિરણ પટેલ PMOના અધિકારીની ખોટી ઓળખ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના બનાવવાના કિસ્સાઓ હાલમાં જ સામે આવ્યા હતા, ત્યારે આવો વધુ એક કિરણ પટેલ એટલે કે મયંક તિવારી કે જેણે પણ PMOના અધિકારી તરીકેની પોતાની ઓળખ આપી અનેક અધિકારીઓ પર રોફ જમાવ્યો, લોકોને ધાક ધમકી પણ આપી હતી. હાલ આ નવો મહાઠગ પોલીસના સકંજામાં આવી ગયો છે.

મયંક તિવારી સામે CBIએ ફરિયાદ નોંધી છે. PMOમાં એડવાઈઝર હોવાની ઓળખ આપનારા ગુજરાતના વધુ એક ઠગભગત મયંક તિવારી સામે સીબીઆઈએ ફરિયાદ નોંધી છે. મળતી માહિતી અનુસાર, મંયક તિવારીએ પોતે PMOના અધિકારી હોવાનું કહીને વડોદરાની અગ્રવાલ હોસ્પિટલના ડોક્ટર અગ્રવાલને ધાકધમકી આપી હતી. મયંકે ડોક્ટર અગ્રવાલને અન્ય એક હોસ્પિટલ સાથે ચાલતા 16.43 કરોડના વિવાદમાં સમાધાન કરી લેવા જણાવ્યું હતું. આ મામલે હવે સીબીઆઈએ મયંક તિવારી સામે ફરિયાદ નોંધી છે.

PMOમાં એડવાઈઝર હોવાની ઓળખ આપનાર મંયક તિવારીએ અત્યાર સુધીમાં અનેક લોકો સાથે છેતરપિંડી આચરી છે. એટલે કે તે અત્યાર સુધીમાં અનેક લોકોને બાટલીમાં ઉતારી ચૂક્યો છે. તેણે તાજેતરમાં જ વડોદરાની એક સ્કૂલમાં પોતાના ઓળખીતાઓના બાળકોના એડમિશન કરાવ્યા હતા. તો મયંક તિવારીએ શિક્ષણની મંજૂરીઓ લઈ આપવાની લાલચ આપીને મોટી રકમ પડાવવાનો કારસ પણ રચ્યો હતો. જેની ફરિયાદ નોંધાયા બાદ વડોદરા ગ્રામ્ય પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારે હવે તેની સામે સીબીઆઈએ પણ ફરિયાદ નોંધ્યા બાદ મયંક તિવારીની મુશ્કેલીઓ વધી છે.