શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 8 જૂન 2023 (13:12 IST)

ગુજરાતના દરિયાકિનારે ‘બિપરજોય’ ટકરાશે નહીં, દરિયાકાંઠે કોઈ અસર નથી; હવામાન વિભાગે કરી આગાહી

'Biparjoy' will not hit Gujarat coast
અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે તેવી વાતનો હાલ પૂરતો અંત આવી ગયો છે. આગામી પાંચ દિવસ સુધી હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતના કિનારે વાવાઝોડું ટકરાશે નહીં, એટલે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ હાલ પૂરતું અટકી ગયું છે. પાંચ દિવસ બાદ નક્કી થશે કે, વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે કે અન્ય તરફ ફંટાયું છે, હાલ પૂરતી ગુજરાતના માથેથી ઘાત ટળી છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું બીપરજોય ગમે ત્યારે મહારાષ્ટ્ર કે ગુજરાતના દરિયાકાંઠે આવશે તેવી અટકળો થઈ રહી હતી. વાવાઝોડાની તિવ્રતા વધારે હોવાથી ઘણી જગ્યાએ દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. આ બધાની સાથે સુરક્ષા તંત્ર અને સરકાર પણ વ્યવસ્થામાં ગોઠવાઈ ગઈ હતી. તાજેતરમાં મળતી માહિતી પ્રમાણે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી આવ વાવાઝોડું ગુજરાતના તટે આવે તેવી શક્યતા ન હોવાનું અનુમાન કર્યું છે. જેથી પાંચ દિવસ સુધી ગુજરાતના દરિયામાં વાવાઝોડું ન આવે તેવી સ્થિતિ સર્જાઇ છે, હજી વાવાઝોડું છે કે નહીં તે સ્પષ્ટ થયું નથી.

હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, હાલ પૂરતું એવું કહી શકાય નહીં કે, વાવાઝોડું ફંટાયું છે, પરંતુ પાંચ દિવસ સુધી ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડાની અસર દેખાશે નહીં. પાંચ દિવસ બાદ સ્પષ્ટ થશે કે, વાવાઝોડાની અસર અહીં રહેશે કે નહીં.