ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 13 એપ્રિલ 2019 (14:09 IST)

ભાજપના નેતાના પુત્રનો બફાટ આ વખતની ગ્રાન્ટ કોંગ્રેસને આપી પક્ષને મજબૂત કરવાનો છે

દાંતીવાડા તાલુકા પંચાયતના પ્રમુખના પુત્રનો બફાટ ચર્ચાએ ચડી  જતાં રાજનીતિએ ગરમાવો પકડી લીધો છે. દાંતીવાડા તાલુકામાં એક જાહેર સ્ટેજ પરથી તાલુકા પંચાયતના પુત્રએ કોંગ્રેસના તરફેણમાં નિવેદન આપ્યું હતું. રમેશ ચૌહાણે જાહેર સભામાં બધાની વચ્ચે બફાટ કર્યો હતો કે, આ વખતે સરકારી ગ્રાન્ટ ફક્ત કોંગ્રેસના લોકોને આપી તેમના હાથ મજબૂત કરવા છે. વાર્ષિક રૂપિયા 6 કરોડની ગ્રાન્ટ ફક્ત કોંગ્રેસના કાર્યકર્તાઓને જ આપવાની છે. તેના સિવાય કોઇને આપવાની નથી. પ્રમુખના પુત્ર રમેશ ચૌહાણ આટલેથી અટક્યા નહોતા, તેમને ભાજપને લઇને નિવેદન આપ્યું કે, ભાજપના લોકોને હવે એક પણ રૂપિયો અમે ગ્રાન્ટ નહીં આપીએ. સ્ટેજ પરથી રમેશ ચૌહાણે નિવેદન આપતા ભાજપમાં રોષ જોવા મળી રહ્યા છે. દાંતીવાડામાં મહિલા પ્રમુખના પુત્ર રમેશ ચૌહાણે સ્ટેજ પરથી આ નિવેદન આપતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે, તેઓ ભાજપના કામકાજ અને તેમનાથી અસંતુષ્ટ છે. જેથી તેમને ભરી સભામાં સ્ટેજ પરથી ભાજપ વિરોધી સૂર ઉચ્ચાર્યા હતા. બીજી બાજુ રમેશ ચૌહાણના આ નિવેદનથી ભાજપમાં રોષ જોવા મળી રહ્યો છે, જેથી હવે આગામી સમયમાં ભાજપ દાંતીવાડા મહિલા પ્રમુખ અને તેમના પુત્ર રમેશ ચૌહાણ વિરુદ્ધ શું કાર્યવાહી કરશે તે આવનારો સમય બતાવશે.