રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 27 નવેમ્બર 2020 (09:05 IST)

Rajkot Covid Hospital Fire - મુખ્યમંત્રીએ 4 લાખ સહાયની કરી જાહેરાત

રાજકોટની એક કોવિડ હોસ્પિટલમાં ગુરૂવારે મોડી રાત્રે આગ લાગી હતી. અકસ્માતમાં છ કોરોના દર્દીઓ દાઝી જતાં મોત થયા હતા. મશીનગરીમાં શોર્ટ સર્કિટનાઅ કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે.  અને સંવેદના પ્રગટ કરતાં સહાયની જાહેરાત કરી છે. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટની  શિવાનંદ કોવીડ હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. 
 
મુખ્યમંત્રીએ આ આગ દુર્ઘટનામાં જાન ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને 4 લાખ રૂપિયાની  સહાય આપવાની જાહેરાત કરી છે. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાની તપાસ માટે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ ના અધિક મુખ્ય સચિવ એ કે રાકેશને જવાબદારી સોંપી છે