રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 28 માર્ચ 2018 (14:29 IST)

13,860 કરોડનું કાળુંનાણું જાહેર કરનારના સીએની ઠગાઈમાં ધરપકડ

અમદાવાદમાં નવરંગપુરા પોલીસે CA તહેમુલ સેઠનાની ધરપકડ કરી છે. સેઠનાની પત્નીએ જ પોલીસ સ્ટેશનમાં આ અંગે પોલીસ ફરીયાદ નોંધાવી હતી. સેઠનાએ ટ્રસ્ટને નામે રૂા. 1.38 કરોડની ઉતાપત કરી હતી. CA તાહેમુલ શેઠનાની ધરપકડ જૂના છેતરપિંડીના કેસમાં કરવામાં આવી હતી. ગત મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. તહેમૂલ સેઠના મહેશ શાહના CA છે જેમણે રૂા. 13860 કરોડનું કાળુનાણું જાહેર કરી સનસની ફેલાવી દીધી હતી. સાઉથ ઈન્ડિયન બેન્કના જોઈન્ટ એકાઉન્ટમાંથી પત્નીની જાણ બહાર 80 લાખ રૂપિયા અને ડિમેટ એકાઉન્ટમાંથી પણ રૂપિયા ઉપાડી લીધા હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. શેઠનાના પત્નીએ છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ પતિ સામે નોંધાવી છે. આ મુદ્દે તહેમૂલ શેઠનાની આગોતરા જામીનની અરજી પણ રદ થઈ છે.