રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 28 માર્ચ 2018 (13:42 IST)

આજે છે ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન, જુઓ માધવપુરમાં કેવી થઈ રહી છે તૈયારીઓ

પોરબંદર જિલ્લામાં સ્થિત માધવપુર ઘેડમાં પાંચ દિવસીય ભવ્ય મેળાની શરૂઆત થઇ ગઇ છે. આ મેળાનું આયોજન કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલય તરફથી કરવામાં આવ્યું છે. આ ભવ્ય મેળો 28મી માર્ચ સુધી ચાલશે એટલે આજે તેનો છેલ્લો દિવસછે. રાષ્ટ્રીય કલા કેન્દ્ર, સાંસ્કૃતિક મંત્રાલયના માનવ સંગ્રહાલય, ગુજરાત, આસામ, ( ફોટો સીએમ વિજય રુપાણીના ટ્વિટર પરથી
અરુણાચલ અને મણિપુરની સરકારે આ મેળાને નવા સ્વરુપ આપવાનો પ્રયાસ કર્યો છે. મણિપુરની પણ ખાસ ટીમો પહોંચી આ મેળામાં ભાગ લેવા પહોંચી છે. આ મેળામાં રંગબેરંગી રથ તૈયાર કરવામાં આવ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ રથ ઉપર મુકી અને ગામમાં રથને ફેરવવામાં આવે છે. આજે 28મી માર્ચના દિવસે ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન થનાર છે. મેળાની શરૂઆત થયા બાદથી પરંપરા મુજબ જ મહિલાઓ દ્વારા લગ્નના ગીતો ગાવવાની શરૂઆત થઇ છે. રુકમણિને અહીંથી લગ્ન બાદ ભવ્યરીતે વિદાય અપાશે.પોરબંદરથી 60 કિલોમીટરના અંતરે આવેલું માધવપુર દરિયાકિનારે સુંદર ગામ છે. રમણીય અને એશિયાનો શ્રેષ્ઠ બીચ ધરાવતા માધવપુરમાં ઓશો દ્વારા સ્થાપિત આશ્રમ સહિત ભગવાન શ્રીમાધવરાય અને માતાજી રૂક્ષ્મણીના પૌરાણિક મંદિરો તેમજ પુષ્ટિમાર્ગના આધ્યગુરૂ શ્રી વલ્લભાચાર્યજીની 84 બેઠકો પૈકીની એક બેઠક હોવાને લીધે માધવપુરનું ધાર્મિક મહત્વ સવિશેષ છે.
કહેવાય છે માધવવનમાં રૂક્ષ્મણી માતાનું મંદિર આવેલું છે પૌરાણિક કાળમાં આ સ્થળ પર જ શ્રીકૃષ્ણએ માતા રૂક્ષ્મણી સાથે ફેરા ફરી લગ્ન કર્યા હતા.આજે પણ દર વર્ષે ચૈત્ર મહિનામાં આ જ સ્થળે ભગવાનના ફેરાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. વર્ષ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે.