રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 19 ફેબ્રુઆરી 2022 (15:17 IST)

રાજ્યના 8 મહાનગરોમાં હવે સ્કૂલ કોલેજ, સિનેમા, શોપિંગ મોલ્સ, હોટલ-રેસ્ટોરન્ટના બોર્ડ ગુજરાતીમાં રાખવા ફરજિયાત

21 ફેબ્રુઆરીએ ગુજરાતી માતૃભાષા દિવસ છે. ત્યારે રાજ્યમાં ગુજરાતી ભાષાને વધુ પ્રાધાન્ય આપવા માતૃભાષા દિવસ પહેલાં ગુજરાત સરકાર દ્વારા આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ અંગે ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યની 8 મનપાની તમામ સરકારી કચેરીઓ, પરિસરો અને સાર્વજનિક સ્થળોએ ગુજરાતીમાં લખાણ ફરજિયાત કરવામાં આવ્યું છે. જાહેર સ્થળ પરના બોર્ડ ગુજરાતીમાં લખવા આદેશ સરકારી કંપની, હોટલ, સ્કૂલ અને મોલના બોર્ડ ફરજિયાતપણે ગુજરાતીમાં લખાણ લખવા સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ, કાફે, મલ્ટિપ્લેક્સ, બેન્ક્વેટ અને બાગબગીચા પર ફરજિયાતપણે બોર્ડ પર ગુજરાતીમાં જ લખાણ લખવાનું રહેશે. તદુપરાંત રાજ્યના તમામ સરકારી કાર્યાલયોમાં તેમજ જાહેર સ્થળો પરની સૂચના, જાણકારી અને દિશાનિર્દેશ પણ ગુજરાતીમાં જ લખવાના રહેશે. રાજ્યનાં આઠ મહાનગરોમાં ગુજરાતીના મહત્તમ ઉપયોગને લઇને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી આઠ મનપાના ગ્રંથાલય, બાગ-બગીચા અને સરકારી કચેરીઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરવામાં આવી છે.અત્યાર સુધી આપણે જાહેર સ્થળો પર અંગ્રેજીમાં લખાણ લખેલા બોર્ડ જોતા હતા, પરંતુ હવેથી આ બોર્ડ ગુજરાતી ભાષામાં જોવા મળશે. આ સૂચનાનો ફરજિયાતપણે પાલન કરવાનો રહેશે. અંગ્રેજી ભાષાના ચલણ વચ્ચે ગુજરાતી ભાષાને જીવંત રાખવા સરકારનો આ પ્રયાસ સરાહનીય છે. ગુજરાતીઓ જ પોતાની ભાષા ભૂલવા લાગ્યા હતા, ત્યારે તેને જાળવી રાખવા આ મહત્વનો નિર્ણય સાબિત થશે. હવેથી ગુજરાતમાં જાહેર સ્થળો પર લખાણમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવો પડશે. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગે ઠરાવ પસાર કર્યો છે. જેનો અમલ 8 મહાનગરોમાં તમામ સરકારી કચેરીઓ અને પરિસરમાં થશે. ગુજરાતીઓ જ પોતાની ભાષા ભૂલવા લાગ્યા હતા, ત્યારે તેને જાળવી રાખવા આ મહત્વનો નિર્ણય સાબિત થશે. અનેક રાજ્યોમાં તેમની પ્રાદેશિક ભાષામાં બોર્ડ હોય છે. ઉત્તર ભારતમાં હિન્દી ભાષામાં બોર્ડ હોય છે. દરેક જગ્યાએ અંગ્રેજીની સાથે સાથે ગુજરાતીનો પણ વિકલ્પ આપવો જોઈએ. રાજ્યમાં ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા સરકારે મહત્વનુ પગલુ ભર્યુ છે. હવેથી ગુજરાતમાં જાહેર સ્થળો પર લખાણમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવો પડશે. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગે ઠરાવ પસાર કર્યો છે. જેનો અમલ 8 મહાનગરોમાં તમામ સરકારી કચેરીઓ, પરિસરમાં થશે.