રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (16:58 IST)

T20 World Cup: 42 ટી20 મેચ રમનારા આ ખેલાડીએ વિરાટ કોહલીને આપ્યો ખુલ્લો પડકાર, ટીમ ઈન્ડિયાને પણ લપેટી

સ્કૉટલેંડ (Scotland)એ ટી20 વિશ્વકપ 2021 (T20 World Cup 2021)માં પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. તેણે બાંગ્લાદેશ, પાપુઆ ન્યૂ ગિની અને ઓમાન જેવી ટીમોને માત આપીને સુપર-12 સ્ટેજમાં સ્થાન બનાવી લીધુ છે.  હવે તેને ગ્રુપ-2માં મુકવામાં આવી છે જયા તેની સાથે ભારત, પાકિસ્તાન, અફગાનિસ્તાન જેવી ટીમો છે. મોટી મોટી ટીમો ગ્રુપમાં પહોંચતા જ આ ટીના એક સ્પિનરે મોટી મોટી વાતો કરવી શરૂ કરી દીધી છે.   ટીમના ડાબા હાથના સ્પિનર ​​માર્ક વોટે (Mark Watt) ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ચેતવણી આપી છે. માર્કે કહ્યું છે કે તેની પાસે ભારતીય ટીમના કેપ્ટન માટે રણનીતિ છે જેથી તે તેને પરેશાન કરી શકે છે. 
 
માર્કે જોકે ક્વોલિફાયર રાઉન્ડમાં માત્ર ત્રણ વિકેટ લીધી હતી. હવે તેની નજર કોહલીની વિકેટ મેળવવા પર છે. તે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનો સામે રમવા માટે મરણિયા બની રહ્યો છે. માર્કે પોતાની કારકિર્દીમાં અત્યાર સુધી 42 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.  માર્કે મિરર સ્પોર્ટને કહ્યું, “મારી પાસે વિરાટને લઈને કેટલાક પ્લાન છે. હું તેને હાલ  છુપાવું છું, પણ મને લાગે છે કે તેમણે ચિંતિતિ થવુ જોઈએ. તમે મેચ રમો છો જેથી તમે મોટા ખેલાડીઓ સાથે રમી શકો. તમે તમારી જાતને શ્રેષ્ઠ ખેલાડીઓ સામે પડકારવા માંગો છો. તમામ ખેલાડીઓ પોતાની જાતને સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ કરવા માગે છે.