રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 2 જાન્યુઆરી 2022 (00:10 IST)

ગુજરાતના 35 લાખ વિદ્યાર્થીઓને વેક્સિન આપવાની મેગા ડ્રાઈવ, આજથી રજીસ્ટ્રેશન સોમવારથી વેક્સિનેશન શરૂ

ગુજરાતમાં કોરોનાના રોજના 600ની આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે રાજ્યભરમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થતા અનેક વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થયા છે. જેને ધ્યાનમાં લઈને આગામી 3 જાન્યુઆરીથી 15-18 વર્ષના બાળકો માટે વેક્સિનેશનની મેગા ડ્રાઈવ શરૂ થઈ રહી છે.

રાજ્યનું આરોગ્ય વિભાગ, મહાનગરપાલિકા-નાગરપાલિકા તેમજ સ્કૂલ સંચાલકો દ્વારા આ મેગા ડ્રાઈવ 9 જાન્યુઆરી સુધી ચાલશે જેમા ગુજરાતના 35લાખથી વધુ બાળકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ છે.ગુજરાતમાં હાલમાં સૌથી વધુ કોરોનાનો ખતરો અમદાવાદમાં વધી રહ્યો છે. અમદાવાદમાં 2 દિવસમાં જ અનેક બાળકો કોરોના સંક્રમિત થયા છે. જેને ધ્યાનમાં લેતા DEO હિતેન્દ્રસિંહ પઢેરિયાના જણાવ્યું કે, બાળકોના વેક્સિનેશન માતે 1.20 લાખ બાળકોનું લિસ્ટ કોર્પોરેશનને આપ્યું છે અને સ્કૂલોને પણ પત્ર લખીને વેક્સિન આપવાની તૈયારી કરવા માટે જાણ કરી છે. ત્યાર રાજકોટ કોર્પોરેશનને કહ્યું કે, 350થી વધુ શાળાઓ, કોલેજ તેમજ ITI કોલેજના આશરે 80,000 જેટલા બાળકોને 400 મેડિકલ ટીમ દ્વારા વેક્સિન આપવામાં આવશે. જ્યારે સુરત DEO દ્વારા 15થી 18 વર્ષના બાળકોનું લિસ્ટ કોર્પોરેશનને આપવામાં આવ્યું છે તેમજ વેક્સિનેશન માટે વાલીઓ પાસેથી સંમતિપત્ર લેવાનું શરૂ કરાયું છે. વડોદરામાં પણ કુલ 69 હજાર બાળકોને વેક્સિન અપાશે, 3 જાન્યુઆરીએ 203 કેન્દ્રો ખાતે વેક્સિન આપીને કોરોના સામે બાળકોની સુરક્ષાનું અભિયાન શરૂ કરાશે.મેગા ડ્રાઈવ અંગે આરોગ્યમંત્રી ષિકેશ પટેલે જણાવ્યું કે, આગામી 3થી 9 જાન્યુઆરીમાં ખાસ મેગા ડ્રાઈવના ભાગરૂપે 15-18 વર્ષ વય જુથના બાળકોને કોવિડ-19ની વેક્સિન અપાવામાં આવશે. આ કેમ્પેઇનમાં રાજ્યમાં આશરે 35 લાખથી વધુ બાળકોને વેક્સિન આપવામાં આવશે. આ માટે સમગ્ર રાજ્યમાં ૩ જાન્યુઆરીથી શાળા અને અન્ય સ્થળે જ્યાં આ વય જુથના લાભાર્થી હોય ત્યાં વેક્સિનેશન માટે અલાયદા સેશન કરવામાં આવનાર છે. 7 જાન્યુઆરીએ સમગ્ર રાજ્યમાં તમામ શાળાઓ અને અન્ય સંસ્થા ખાતે મેગાડ્રાઇવ કરી બાળકોને આવરી લેવામાં આવશે અને સ્કૂલે ન જતા બાળકો માટે 8 અને 9મી જાન્યુઆરીના રોજ અનુકુળ સમયે સેશન રાખી બાળકોને વેક્સિન આપવામાં આવશે. આ માટે કોવિન પોર્ટલમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન તા.1લી જાન્યુઆરીથી અને ઓનલાઇન રજીસ્ટ્રેશન ૩ જાન્યુઆરીથી શરૂ થશે.