રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2018 (12:10 IST)

નિરવ મોદીની સુરતમાં 4 ઓફિસો પર ઇડીના દરોડા, જાણો ક્યાં ક્યાં પાડ્યા દરોડા

ઇડીએ પાડેલાં દરોડામાં દેશભરમાંથી સ્ટોક સીઝ કરવામાં આવ્યો હતો. કુલ 17 ઠેકાણામાં દરોડા દરમિયાન ડાયમંડ, જ્વેલરી અને ગોલ્ડનો સ્ટોક મળીને રૂપિયા 5100 કરોડનો માલ જપ્ત કરવામાં આવ્યો હોવાના સમાચાર જ્યારે સુરતમાં તપાસ દરમિયાન રૂપિયા 770 કરોડથી વધુનો સ્ટોક સીઝ કરાયો છે. અલબત્ત, હાલ વેલ્યુઅરો સ્ટોકની તપાસ કરી રહ્યા છે આથી સ્ટોકનો ફિગર વધે એવી સંભાવના છે. બેન્કની લોન ભરપાઈ કરવા માટે જપ્ત કરેલા સ્ટોકને હરાજી મારફત વેચીને રિકવરી કરવામં આવશે. અગાઉ આ કેસમાં સીબીઆઇએ નિરવ મોદી અને તેની પત્ની, ભાઇ સામે રૂપિયા 280.70 કરોડની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી હતી

આ ફરિયાદના આધારે ઇડીએ પણ કેસ દાખલ કર્યો હતો અને બીજા જ દિવસથી સુરત, દિલ્હી અને મુંબઇની ઓફિસ પર તપાસ કરી હતી. જે અંતર્ગત સુરતમાં ચાર પ્રિમાઇસીસ પર તપાસ કરવામાં આવી હતી. જેમાં સચીન સ્થિત હીરાની બે યુનિટ પર અધિકારીઓ સવારથી પહોંચી ગયા હતા. કુલ દસ અધિકારીઓ કે જેમાં મુંબઇ અને સુરત ઇડીના અધિકારીઓ હતા. શરૂઆતમાં અધિકારીઓએ હિસાબી ચોપડા ચકાસ્યા હતા ઉપરાંત સેઝથી નિકાસ થતાં માલની પણ ઝીણવટભરી તપાસ કરી હતી. આ ઉપરાંત છેલ્લાં ચાર-પાંચ વર્ષ દરમિયાન જે નિકાસ થઈ છે તેની માહિતી પણ મેળવી હતી. આ ઉપરાંત જ્વેલરી મેન્યુફેકચરિંગની આ ઓફિસમાં કેટલો સ્ટોક છે એની પણ ગણતરી કરી હતી. એસઇઝેડ ખાતેની ફાયર સ્ટાર ડાયમંડ (યુનિટ નંબર-2, પ્લોટ નંબર-17,18,19,20 અને 67. એસઇઝેડના પ્લોટ નંબર 26ની યુનિટની ઓફિસ પર તપાસ, બેલ્જીયમ ટાવરમાં 5માં માળે ફાયર સ્ટાર ડાયમંડ ઇન્ટરનેશનલ પ્રા. લી.ની ઓફિસ (નં. 520-522)ની ઓફિસમાં અધિકારીઓ પહોંચ્યા હતા. હીરા બજારના સૂત્રો જણાવી રહ્યા છે કે નિરવ મોદીના પિતા દ્વારા 30 વર્ષ પહેલાં પણ ઉઠમણું કર્યું હતું. બાદમાં Sન્ટવર્પ જતાં રહ્યા હતા. એસઇઝેડના સૂત્રો કહી રહ્યા છે કે સુરતમાં આ યુનિટ 7 વર્ષથી છે. જેમાં હજાર કર્મચારીઓ છે. આ કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર અભિનેત્રી પ્રિયંકા ચોપડા છે. કંપનીનું ટર્નઓવર 2500 કરોડથી 5 હજાર કરોડ અને એવરેજ 3500 કરોડ છે.