રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 20 એપ્રિલ 2018 (15:12 IST)

સોમનાથના દરિયામાં પગ બોળવા કે ન્હાવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો

સોમનાથ મંદિર નજીક આવેલ અરબી સમુદ્ર માં ચાર કી.મી. સુધીના વિસ્તાર માં પ્રવાસીઓ માટે પગ બોળવા કે ન્હાવા જવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો. પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરે દર્શને આવતા હજારો યાત્રિકો નજીક આવેલ સમુદ્રની ભૌગોલિક પરિસ્થિતિથી અજાણ હોવા છતાં સમુદ્રમાં પગ બોળવા અને ન્હાવા જતા હોય  છે. યાત્રિકોના આવા અભિગમને કારણે ભૂતકાળમાં અનેક યાત્રિકોએ જીવ ગુમાવ્યો છે. હાલ વેકેશનનો સમય હોવાના કારણે યાત્રિકોનો પણ ધસારો છે.

આ વાતને ધ્યાનમાં લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 4 એપ્રિલથી 60 દિવસ સુધી સમુદ્ર માં કોઈએ પગ બોળવા કે સ્નાન કરવા જવું નહિ તેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભૂતકાળ માં સોમનાથ દર્શને આવતા વ્યક્તિઓએ સમુદ્રને જોઈ એમાં સ્નાન કરી મજા લૂંટવાના પ્રયાસ કર્યો છે જેમાં કેટલાક યાત્રિકોએ જીવ પણ ગુમાવ્યો છે જેની પ્રભાસ પાટણ પોલીસમાં નોંધ થયેલી છે. પી.આઈ.ના જણાવ્યા મુજબ આવનાર યાત્રિકો સમુદ્રથી દૂર રહે અન્યથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.