સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By

તળાજા પાસે એસટી બસ પલટી

ભાવનગરના તળાજા પાસે ગઇકાલે એસટી બસ પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ઘટનામાં 15 લોકોને ઇજા પહોંચી છે.
 
તળાજા પાસે હાઇવે  પર એસટી બસ પલટી જતાં ખાડામાં  જઇ પડી હતી. આ દુર્ઘટનામાં 15 જેટલા મુસાફરોને નાની મોટી ઇજા પહોંચી છે. એસટી બસ અચાનક ખાડામાં પડી જતાં પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે સદભાગ્યે કોઇ જાનહાનિ નથી થઇ. 
 
15 જેટલા પ્રવાસીઓને નાની મોટી ઇજા પહોંચી હતી. 15માંથી ત્રણ લોકોને વધુ ઇજા થતાં 108 મારફત હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતા. ઘટના તળાજાની નજીક બની હતી. ઘટનાની જાણ થતાં  પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને દુર્ઘટના અંગે અને તેના કારણો અંગે તપાસ શરૂ કરી હતી.