અસીરગઢનો કિલ્લો....રહસ્યમય કિલ્લો.....કહેવાય છે. અહીં સ્થિત શિવમંદિરમાં મહાભારતકાળના અશ્વથામા આજ પણ પૂજા પાઠ કરવા આવે છે. આ ઉડતી વાતને સાંભળ્યા પછી અમે નક્કી કર્યું કે સૌથી પહેલા આ જ કિલ્લાના રહસ્યોને ખોદીશુ....અને જોઈશુ કે આ અફવા ક્યાં સુધી સાચી છે. અસીરગઢનો કિલ્લો, બુરહાનપુર શહેરથી 20 કિલોમીટર દૂર છે. કિલ્લા પર ચઢતા પહેલાં અમે કિલ્લાની આસપાસ રહેવાવાળા મોટા-વડીલો પાસેથી આ વિશે જાણકારી મેળવી.
દરેકે અમને કિલ્લા સંબંધી ચિત્ર-વિચિત્ર વાર્તા સંભળાવી. કોઈએ કહ્યું 'તેમના દાદાએ તેમને કેટલીવાર ત્યાં અશ્વથામાંને જોયાનો કિસ્સો સંભળાવ્યો છે.' તો કોઈએ કહ્યું - 'જ્યારે તે માછલી પકડવાં ત્યાંના તળાવે ગયા હતા ત્યારે તેમને કોઈએ જોરથી ધક્કો માર્યો હતો. ધક્કો મારનારને કદાચ મારું ત્યાં આવવું પસંદ ન પડ્યું.' ગામનાં કેટલાય વડીલોની વાતો આવા જ કિસ્સાઓથી ભરેલી હતી.
કોઈનુ કહેવું હતું કે ' જે એકવાર અશ્વથામાંને જોઈ લે છે તેનું માનસિક સંતુલન બગડી જાય છે. વડીલો જોડે ચર્ચા કર્યા પછી અમે અસીરગઢના કિલ્લા તરફ ફર્યા. આ કિલ્લો આજે પણ પાષાણયુગમાં જ રહેતો હોય તેવો લાગે છે. વીજળીના યુગમાં અહીંની રાત્રીઓ અંધારામાં ડૂબેલી રહે છે. સાંજે છ વાગ્યાથી કિલ્લામાં વ્યાપેલો અંધકાર 'ભૂત'નું રૂપ લઈ લે છે. આ સૂમસામ કિલ્લા પર ચઢતી વખતે કેટલાક ગામવાળા અમારી સાથે થઈ ગયા.
અમારા આ સફરના સાથી હતા, ગામના સરપંચ હારુન બેગ, ગાઈડ મુકેશ ગઢવાલ અને બે-ત્રણ સ્થાનીય લોકો. અમારી ઘડીયાળનો કાંટો સાંજના છ વગાડી રહ્યો હતો. લગભગ અડધા કલાકની પગપાળાં ચઢાણ કર્યા પછી, અમે કિલ્લાના બહાર મોટો દરવાજો ખખડાવ્યો. દેખીતું છે, કિલ્લાનો દરવાજો ઉઘાડો હતો. અમે અંદરની બાજુ પલટ્યા. લાંબા ઘાસના વચ્ચે જંગલી છોડ ને સરકાવતા અમે આગળ વધી રહ્યા હતા. ત્યારે જ અમારી નજર કેટલીક કબરો પર પડી. એક નજર જોતાં કબરો બહું જૂની લાગી. સાથે આવેલા ગાઈડ મુકેશે બતાવ્યું કે આ અંગ્રેજોના સૈનિકોને કબરો છે.
થોડી વાર સુધી અહીં રોકાયા પછી અમે આગળ વધતાં ગયા. અમને ટુકડાંઓમાં વહેંચાયેલુ એક તળાવ જોયું તળાવને જોતાંજ મુકેશે બતાવ્યું કે, આ જ તો તે તળાવ છે જેમાં સ્નાન કરીને અશ્વથામા શિવમંદિરમાં પૂજા-પાઠ કરવા જાય છે, ત્યાંજ કેટલાંક લોકોનું કહેવું હતુ કે ' નહી તે 'ઉતાવળી નદી' માં સ્નાન કરી પૂજા માટે અહીં આવે છે.' અમે તળાવને ઘ્યાનથી જોયું. લાગતું હતું કે પહાડોથી ઘેરાયેલી આ જગ્યા પર વરસાદનું પાણી જમા થઈ જાય છે. સફાઈ ન થવાના કારણે આ પાણી લીલું દેખાય છે, પણ આશ્ચર્યની વાત તો એ હતી કે બુરહાનપુરની તપતી ગરમીમાં પણ આ તળાવ સુકાતુ નથી.
|