કેટલાક ડગલાં આગળ ભર્યા પછી, અમને લોખંડના બે મોટા એંગલ જોવા મળ્યા. ગાઈડે બતાવ્યું કે આ ફાંસીઘર છે. અહીં ફાંસીની સજા આપવામાં આવતી હતી. સજા પછી મડદું આમ જ લટકી રહેતું હતુ. છેલ્લે નીચે બનેલી ખાઈમાં તેનું હાંડપિંજર પડી જતું હતુ. આ સાંભળી અમારા બધાના રૂવાટાં ઉભાં.થઇ ગયાં.
અમે અહીંથી આગળ વધવુ જ યોગ્ય માન્યું. અમે થોડા આગળ વધ્યા હતા કે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર જોવાં મળ્યુ. મંદિર ચારેબાજુથી ખાડીઓથી ઘેરાયેલું હતું. અફવાઓના મુજબ આ જ ખાડીઓમાંથી કોઈ એકમાં ગુપ્ત રસ્તો બનેલો છે, જે ખંડવ વન (ખંડવા જિલ્લો)થી થઈને સીધો આ મંદિરમાં નીકળે છે. આ જ રસ્તે થઈને અશ્વથામાં મંદિરમાં આવે છે. અમે મંદિરમાં દાખલ થયા. અહીંની સીડીયો ગોળાકાર હતી. અને ચારેબાજુ ખીણ બનેલી હતી. જરાંક ભૂલથી અમે ખીણમાં પડી શકતાં હતા. ખૂબ જ સાવધાનીથી અમે મંદિરમાં દાખલ થયા. મંદિરને જોઈને એવું લાગી રહ્યું હતુ કે ભલે આ મંદિરમાં કોઈ અજવાળું અને આધુનિક વ્યવસ્થા ન હોય, અહીં કોઈ પક્ષી પણ ફડકતું ન હોય, પણ પૂજા બરાબર થઈ રહી છે. ત્યાં નારીયેળના ટુકડાં જોવા મળ્યા. શિવલિંગ પર ગુલાલ ચઢાવેલો હતો. અમે આખી રાત અહીં જ ગાળવાનું નક્કી કરી લીધુ. હમણાં રાતના બાર વાગ્યા હતા. ગાઈડ મુકેશ અમેને નીચે ઉતરવાની વિનંતી કરવા લાગ્યો. તેણે કહ્યું અહીં રાત ગાળવી યોગ્ય નથી, પણ અમારા દબાણના કારણે તે પણ અમારી સાથે જ રોકાઈ ગયો.
આ સુમસામ જગ્યા પર રાત ભયાનક લાગી રહી હતી. એવું લાગતું હતુ કે ખબર નહીં સમય કેવી રીતે વીતશે. ઘડિયાળનો કાંટો બે પર પહોચ્યોં કે તાપમાન એકદમ ઓછુ થઈ ગયુ. બુરહાનપુર જેવા વિસ્તારમાં જૂનની તપતી ગરમીમાં આટલી ઠંડી. મને યાદ આવ્યુ કે મેં એવું વાચ્યું હતુ કે ' જ્યાં આત્માઓ આજુબાજુ હોય છે, ત્યાનું તાપમાન એકદમ ઠંડુ થઈ જાય છે.' શુ અમારી આજુબાજુ પણ એવું જ કંઈક હતુ ? અમારા કેટલાક મિત્રો ડરવા માંડ્યા. અમે ઠંડી અને બીક બંનેને ભગાડવા તાપણી સળગાવી લીધી.
આજુબાજુનું વાતાવરણ એકદમ ભયભીત થઈ ગયું હતુ. વૃક્ષો પર રહેતા કીડાંઓ વિચિત્ર અવાજો કાઢી રહ્યાં હતા. ખાલી ખંડેરોને ટકરાવી હવા સૂ..સૂ.. કરી રહી હતી. સમય ધસડાઈને કપાઈ રહ્યો હતો. ચાર વાગ્યાકે આકાશમાં ઝાંખી લાલિમાં દેખાઈ રહી હતી.
સવાર થવાની તૈયારી હતી. સાથે આવેલા સરપંચ હારુન બેગે સલાહ આપી કે બહાર જઈને તળાવ જોવું જોઈએ. જોઈએ કે ત્યાં કોઈ છે ? અમે બધા તળાવ તરફ નીકળી પડ્યા.
કેટલીક વાર સુધી અમે તળાવને જોતા રહ્યા. અહીં-તહીં ફરીને કિલ્લાની તપાસ કરી. અમને કશું પણ જોવા ન મળ્યું. સવારનું આછુ અજવાળું બધી બાજુ ફેલાવવાં માંડ્યુ. અમે બધા મંદિરની તરફ ફર્યા. પણ આ શુ, શિવલિંગ પર ગુલાબ ચઢેલા હતા. અમારા આશ્વર્ય નો પાર નહોતો. આ થયું કેવી રીતે ? કોઈની પાસે આનો જવાબ નહોતો. હવે આ સાચુ હતુ કે આ કોઈની મજાક અથવા તો આ ખીણોમાં કોઈ મહાત્મા સાધના કરે છે, આ વિશે કોઈપણ નથી જાણતુ. અને ન તો આ ખાડીઓમાં જતી સુરંગોની જાણ થઈ શકી છે.
પણ આટલું આવશ્ય છે કે અતીતના કેટલાય રહસ્યો આ ખંડેરના કિલ્લાઓની દીવાલોમાં બંધ છે. જેને ખોદવાની જરૂર છે. ક્યારથી શરુ થઈ આ પરંપરા.
અહીંનો ઈતિહાસ જાણવા માટે અમે સંપર્ક કર્યો ડૉ. મોહમ્મદ શફી (પ્રોફેસર, સેવા સદન મહાવિદ્યાલય, બુરહાનપુર) જોડે . શફી સાહેબે જણાવ્યું કે બુરહાનપુરનો ઈતિહાસ મહાભારતકાળથી જોડાયેલો છે. પહેલાં આ જગ્યા 'ખાંડવ વન'થી જોડાયેલી હતી. કિલ્લાનું નામ અસીરગઢ, અહીંના એક મુખ્ય ઢોર ચરાવનાર આસા અહીરના નામ પર મુકવામાં આવ્યું હતુ.
કિલ્લાનુ આ સ્વરૂપ 1380 ઈસ, માં ફારુખી વંશના બાદશાહઓએ આપ્યું હતુ. જ્યાં સુધી અશ્વથામાંની વાત છે, તો શફી સાહેબનુ કહેવુ છે કે મેં બાળપણથી જ આ અફવઓને સાંભળી છે. માનો તો આ સાચી અને ન માનો તો આ ખોટી. પણ આટલું જરૂર છે કે આ કિલ્લા જોડે કેટલીય સુરંગો જોડાયેલી છે. આ સુરંગોનો બીજો છેડો ક્યાં છે, આ કોઈ નથી બતાવી શકતુ. જ્યાં સુધી આ સુરંગોનું રહસ્ય નહી ઉકેલાય ત્યાં સુધી આ અફવાઓ પરથી પણ પડદો નહી ઉઠે.
-શ્રુતિ અગ્રવાલ
|