ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. શ્રદ્ધા-અંધશ્રદ્ધા
  4. »
  5. અંધશ્રદ્ધા
Written By શ્રુતિ અગ્રવાલ|

ગંદા નાળામાં નહાવ, ભૂત-પ્રેત ભગાવો

W.DW.D
ગૂંગળાયેલી ચીસો, ચારેબાજુ ઘ્રુજકવાનો અવાજ, રડવું-તડપવું-ચીસ આ ભયાનક વાતાવરણ હતું જાવરા કંપાઉંડમાં આવેલી હુસૈન ટૈકરી નું આ ટેકરી વિશે અમે બહું સાંભળ્યું હતું.

અમે વિચાર કર્યો કે પહેલાં આ ટેકરીની મુલાકાત લઈએ જ્યાં ભૂત પ્રેત ના નામે લોકો પાસેથી અવનવાં કૃત્યો કરાવવામાં આવે છે. ટેકરી પર જવાં માટે અમે સવારનો સમય પસંદ કર્યો. અમારી ઘડિયાળમાં સાત વાગે તે પહેલા તો અમે હુસૈન ટેકરી પર પહોંચી પણ ગયા.

ટેકરીનો મુખ્ય દરવાજો આવતાંજ બે સ્ત્રીઓ પાગલોની જેમ ઝૂમતી દેખાઈ. જમુનાબાઈ અને કૌસર બી નામની આ સ્ત્રીઓ લગાતાર અરે બાબા રે .... કહતાં કહતાં વિચિત્ર અવાજ કરી રહી હતી. એમની ચીસો સાંભળી ભલ-ભલાની બોલતી બંધ થઈ જાય એ સ્વાભાવિક હતું

તેમના વિશે વધુ જાણવા માટે અમે તેમની સાથે આવેલા લોકો જોડે વાતચીત કરી. જમુનાબાઈના પતિ બોલ્યા "છેલ્લા કેટલાક દિવસોથી જમુનાનો વ્યવ્હાર બદલાઈ ગયો હતો તે પાગલોની જેમ વ્યવહાર કરતી હતી. ત્યારે ગામના એક સાધુએ જણાવ્યું કે જમુના પર ડાકણની છાયા છે. તેને હુસૈનની ટેકરી પર લઈ જાવ.

W.DW.D
અમે બે અઠવાડિયાં પહેલાંજ તેને અહીં લઈ આવ્યા છે. અહીં દોરો બાંધતાંજ જમુના ધુણવાં માંડી છે. (જમુના એ વિચિત્ર પ્રકારના અવાજો કરવાં માંડ્યા.) અમને લાગે છે કે, અહી પાઁચ સપ્તાહ વિતાવ્યા બાદ તેને સારૂ થઈ જશે.

ફોટો ગેલેરી જોવા માટે અહીં ક્લીક કરો....

તેમની સાથે વાતચીત કર્યા પછી અમે હજરત ઈમામ હુસૈનના રોઝા(મકબરા)માં દાખલ થયા. ત્યાંનુ વાતવરણ જોઈને અમે આશ્ચર્યમાં પડી ગયા ચારેબાજુ સ્ત્રીઓ બૂમો પાડી રહી હતી, પોતાનું માથુ પછાડી રહી હતી, ગરમ જમીન પર આળોટી રહી હતી, સાંકળ વડે બાંધેલ માણસો ઘ્રુજી રહ્યાં હતા. માણસો સાથે પશુ જેવો વ્યવ્હાર ? શું અહીં એવું જ થાય છે. વાતને વિગતથી જાણવા માટે અમે ટેકરીના કાર્યકારી અધિકારી તૈમૂરી સાહેબ જોડે સંપર્ક સાંધ્યો.

તમારા મંતવ્ય પ્રમાણે શું ભૂત-પ્રેત હોય છે?


W.DW.D
તૈમૂરી સાહેબના જણાવ્યાં પ્રમાણે, કોઈ પણ પ્રકારની વ્યથાથી પીડિત લોકોને અહીંના પાણીથી નવડાવવામાં આવે છે. ત્યારબાદ તેઓ એક દોરો અહીં બનેલી જાળીઓ પર બાંધે છે. અને બીજો પોતાના ગળામાં. કહેવાય છે કે દોરો બાંધવાના થોડા સમય પછી જ ભૂત-પ્રેતથી પીડાતી વ્યક્તિ ધુણવા માંડે છે અને વિચિત્ર રીતે નાચવા લાગે છે. આવા લોકોને અહીં પાસેનાં એક તળાવમાં નહાવાની સલાહ પણ આપવામાં આવે છે.

આ સાંભળી અમોને એ તળાવ જોવાની ખૂબ ઈચ્છા જાગી પરંતુ તે તળાવનું દ્રશ્ય જોતાં અમારું હૃદય કંપી ઉઠ્યું. તળાવના નામ પર અહીં ગંદા પાણીનું નાળુ હતું. જેમાં અહીં આવેલી ધર્મશાળાનું મળમૂત્ર લગાતાર વહીને આવી રહ્યું હતું. માનસિક રોગીઓ જેવા દેખાતાં આ લોકો આ ગંદા પાણીમાં સ્‍નાન કરી રહ્યાં હતા. કેટલાક લોકો તો કોગળા પણ કરી રહ્યા હતા !

W.DW.D
ભગવાન જાણે ! આવા ગંદા પાણીમાં નહાવાથી આ લોકો સારા થશે કે બીમાર..! પણ આટલો વિચાર કરવાનો સમય કોની પાસે છે. ત્યાં ગંદા પાણીમાં રમતી એક નાની છોકરી સકીનાને અમે પૂછ્યું "બેટા તને શુ તકલીફ છે, તું કેમ અહીં સ્‍નાન કરી રહીં છે? છોકરીએ ભોળપણથી જવાબ આપ્યો કે "મારી માં પર ડાકણની છાયા છે. માંની ખરાબ અસર મને પણ આવી જશે એટલે નાહી રહી છું આટલું બોલીને એ તો નાળામાં કુદી ગઈ.

પછી અમે સકીનાની માં શહબાનો ને મલ્યા. અમે તેમને પૂછ્યું સક્કુ બીમાર પડી ગઈ તો ? માઁ બોલી "છેલ્લા ચાર વર્ષોથી તો નથી પડી." ચાર વર્ષ....! અમને આ શબ્દ સાંભળી માથા પર હથોડા પડ્યાં હોય એવું લાગ્યું.

ત્યારેજ ખબર પડી કે સવારનાં પહેલા લોબાનનો સમય થવાની તૈયારી માં હતો. આ સાંભળતાંજ બધા લોકોએ રોઝા(મકબરો)ની તરફ દોડ લગાવી. રોઝા લોકોથી ખીચોખીચ ભરાયેલો હતો. ચારેબાજુ એવા લોકો જેમની ઉપર બહારની હવા અથવા ભૂત-પ્રેતની અસર હતી તે નાચી રહ્યાં હતા. ચિત્ર-વિચિત્ર અવાજો ચાલુ હતાં. ત્યારે જ લોબાન શરૂ થયો. લોબાનનો ધુમાડો લેતા જ નાચી રહેલા લોકો એકા એક જમીન પર પડવાં લાગ્યા.

અમને બતાવવામાં આવ્યું કે આવી રીતે આ લોકોની સારવાર કરવામાં આવે છે. બહારની હવાથી પીડાયેલા લોકોને સવાર-સાંજ લોબાન આપવું જરૂરી છે.

W.DW.D
સારવારની આ વિચિત્ર પ્રક્રિયા જાણ્યાં બાદ અમે અહીંના મુતવલ્લી નવાબ સરવર અલી સાથે મુલાકાત કરી. તેમનું કહેવું હતું કે "અમારે ત્યાં કોઈ તાંત્રિક કે પૂજારી નથી. જે કશું પણ થાય છે તે હુસૈન સાહેબ ની મંજુરીથી થાય છે. ગંદા પાણીથી નહાવું, લોકોને સાંકળથી બાંધવાં આ દ્વારા ખુદા તરફથી ભૂત-પ્રેતને સજા મળે છે એવું નવાબનું માનવું છે. તેનાથી સામાન્ય માણસોને કશુ થતું નથી, જે પણ થાય છે તે બૂરી આત્માઓને થાય છે.



W.DW.D
અમે હુસૈનની ટેકરી પર આખો દિવસ વિતાવ્યો. અહીં માથુ ટેકવા આવેલાં લોકો સાથે ચર્ચા કરી કેટલાક લોકોએ જણાવ્યું કે હુસૈનના ટેકરી પર તેઓની અતૂટ શ્રદ્ધા છે. જેમાં હિન્દુ અને મુસલમાન બંનેનો સમાવેશ થાય છે. કેટલાક લોકો એવા પણ હતા કે માનતા પૂરી થયા બાદ તૂલા-દાન કરી રહ્યાં હતા. આવા જ એક વ્યકિત પવને જણાવ્યું કે "આજે તેઓ જે કાંઈ પણ છે તે બાબા સાહેબને કારણે છે. બાબાની કૃપાથી જ આજે તેમની પાસે ભરપૂર ઘન-દૌલત-નામ છે. હવે તે પોતાના બીમાર બાળક પર બાબાની કૃપા ઈચ્છે છે.

ટેકરી પર આખો દિવસ રહ્યાં પછી અમને અહેસાસ થયો કે અહીં આવતાં રોગીઓમાં 80% તો મહિલાઓ છે. અને એ બધા નિમ્ન વર્ગથી જોડાયેલ છે. કેટલાક લોકો એવા પણ છે, જે ઉચ્ચશિક્ષિત હોવા છતાં માને છે કે તેમના પર ભૂત-પ્રેત કરવામાં આવેલ છે, ખરાબ આત્માની છાયા છે. આવો જ એક વિદ્યાર્થી છે ઈરફાન, જે અમેરિકામાં તાલીમ લઈ રહ્યો છે પણ ભૂત-પ્રેતના કારણે લાંબા સમયથી અહીંની ધર્મશાળામાં રોકાયો છે. આ લોકો અહીં દિવસ-રાત મકબરામાં પ્રાર્થના કરે છે અને હુસૈન સાહેબનો શૌક પાળે છે. તેમનું કહેવું છે કે અહીં આવ્યા પછી તેમના અંતરાત્માને શાંતિ મળે છે.

W.DW.D
હુસૈન ટેકરીની મુલાકાત લીધા પછી અમારી રાતની ઉંઘ હરામ થઈ ગઈ. બીજા દિવસે અમે મનોચિકિત્સકોને મળ્યાં કે કોઈ પણ વ્યક્તિ પોતાના શરીર પર જાતે આટલો જુલ્મ કેવી રીતે કરી શકે છે ? આ વાત પર મનોચિકિત્સક ડૉ. દીપક મંશા રમાનીનુ કહેવું છે કે, "આપી શકે છે અગર તે વ્યક્તિ પોતાનું માનસિક સંતુલન ગુમાવી દે તો.'

ડૉ રમાનીનું કહેવું છે કે "ખરાબ આત્મા વળગવી" ને અમે મેડિકલ ભાષામાં "હિસ્ટીરિયાનો દૌરો" પડ્યો છે એવુ કહીએ છીએ. જેમાં માણસ પાગલોની જેમ લગાતાર નાચતા રહે છે. તેની સાથે જ સીડોસીરસ નામની એક બીમારી હોય છે જેમાં ખેંચ કે તાણ જેવા દૌરા પડે છે. આવી જ રીતે કેટલાક લોકો ગુમસુમ થઈ જાય છે. અમે આવા લોકોની સારવાર દર્દી સાથે વાતચીત કરીને અને તેઓની માનસિક સ્થિતિ ખરાબ થવા પાછળનું કારણ જાણીને કરીએ છીએ.

આવા રોગીઓની સારવાર બહુ સરળતાથી કરી શકાય છે. ભૂત-પ્રેત, બાહરી હવાની માન્યતાઓ આ બધુ નિમ્ન વર્ગમાં વધુ જોવા મળે છે. આ લોકો અત્યાર સુધી સો વર્ષ પહેલાના જમાનામાં જીવી રહ્યાં છે. આમને ચિકિત્સકીય સારવાર આપવી જરૂરી છે. આ પ્રકારના નીમ-હકીમો કે ભૂવા-ભરાડા પાસેથી સારવાર કરાવવાથી સામાન્ય માનસિક બીમારી પણ પૂરી રીતે પાગલપણામાં બદલાઈ શકે છે.

એક બાજુ વિજ્ઞાનનું જ્ઞાન તો બીજી બાજુ લોકોનો અતૂટ અંધવિશ્વાસ, બંને અમોને સિક્કાની બે બાજુ જેવા લાગ્યાં. પણ જાવરાની હુસૈન ટેકરીના પ્રત્યે તો પ્રશાસનની લાપરવાહી સાચે જ ચિંતાનો વિષય છે.