મુખ પૃષ્ઠ > ધર્મ > શ્રદ્ધા-અંધશ્રદ્ધા > લેખ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ગંદા નાળામાં નહાવ, ભૂત-પ્રેત ભગાવો

W.DW.D
તૈમૂરી સાહેબના જણાવ્યાં પ્રમાણે, કોઈ પણ પ્રકારની વ્યથાથી પીડિત લોકોને અહીંના પાણીથી નવડાવવામાં આવે છે. ત્યારબાદ તેઓ એક દોરો અહીં બનેલી જાળીઓ પર બાંધે છે. અને બીજો પોતાના ગળામાં. કહેવાય છે કે દોરો બાંધવાના થોડા સમય પછી જ ભૂત-પ્રેતથી પીડાતી વ્યક્તિ ધુણવા માંડે છે અને વિચિત્ર રીતે નાચવા લાગે છે. આવા લોકોને અહીં પાસેનાં એક તળાવમાં નહાવાની સલાહ પણ આપવામાં આવે છે.

આ સાંભળી અમોને એ તળાવ જોવાની ખૂબ ઈચ્છા જાગી પરંતુ તે તળાવનું દ્રશ્ય જોતાં અમારું હૃદય કંપી ઉઠ્યું. તળાવના નામ પર અહીં ગંદા પાણીનું નાળુ હતું. જેમાં અહીં આવેલી ધર્મશાળાનું મળમૂત્ર લગાતાર વહીને આવી રહ્યું હતું. માનસિક રોગીઓ જેવા દેખાતાં આ લોકો આ ગંદા પાણીમાં સ્‍નાન કરી રહ્યાં હતા. કેટલાક લોકો તો કોગળા પણ કરી રહ્યા હતા !

W.DW.D
ભગવાન જાણે ! આવા ગંદા પાણીમાં નહાવાથી આ લોકો સારા થશે કે બીમાર..! પણ આટલો વિચાર કરવાનો સમય કોની પાસે છે. ત્યાં ગંદા પાણીમાં રમતી એક નાની છોકરી સકીનાને અમે પૂછ્યું "બેટા તને શુ તકલીફ છે, તું કેમ અહીં સ્‍નાન કરી રહીં છે? છોકરીએ ભોળપણથી જવાબ આપ્યો કે "મારી માં પર ડાકણની છાયા છે. માંની ખરાબ અસર મને પણ આવી જશે એટલે નાહી રહી છું આટલું બોલીને એ તો નાળામાં કુદી ગઈ.

પછી અમે સકીનાની માં શહબાનો ને મલ્યા. અમે તેમને પૂછ્યું સક્કુ બીમાર પડી ગઈ તો ? માઁ બોલી "છેલ્લા ચાર વર્ષોથી તો નથી પડી." ચાર વર્ષ....! અમને આ શબ્દ સાંભળી માથા પર હથોડા પડ્યાં હોય એવું લાગ્યું.

ત્યારેજ ખબર પડી કે સવારનાં પહેલા લોબાનનો સમય થવાની તૈયારી માં હતો. આ સાંભળતાંજ બધા લોકોએ રોઝા(મકબરો)ની તરફ દોડ લગાવી. રોઝા લોકોથી ખીચોખીચ ભરાયેલો હતો. ચારેબાજુ એવા લોકો જેમની ઉપર બહારની હવા અથવા ભૂત-પ્રેતની અસર હતી તે નાચી રહ્યાં હતા. ચિત્ર-વિચિત્ર અવાજો ચાલુ હતાં. ત્યારે જ લોબાન શરૂ થયો. લોબાનનો ધુમાડો લેતા જ નાચી રહેલા લોકો એકા એક જમીન પર પડવાં લાગ્યા.

અમને બતાવવામાં આવ્યું કે આવી રીતે આ લોકોની સારવાર કરવામાં આવે છે. બહારની હવાથી પીડાયેલા લોકોને સવાર-સાંજ લોબાન આપવું જરૂરી છે.

W.DW.D
સારવારની આ વિચિત્ર પ્રક્રિયા જાણ્યાં બાદ અમે અહીંના મુતવલ્લી નવાબ સરવર અલી સાથે મુલાકાત કરી. તેમનું કહેવું હતું કે "અમારે ત્યાં કોઈ તાંત્રિક કે પૂજારી નથી. જે કશું પણ થાય છે તે હુસૈન સાહેબ ની મંજુરીથી થાય છે. ગંદા પાણીથી નહાવું, લોકોને સાંકળથી બાંધવાં આ દ્વારા ખુદા તરફથી ભૂત-પ્રેતને સજા મળે છે એવું નવાબનું માનવું છે. તેનાથી સામાન્ય માણસોને કશુ થતું નથી, જે પણ થાય છે તે બૂરી આત્માઓને થાય છે.

વિડીયો જુઓ
<< 1 | 2 | 3  >>  
ફોટોગેલેરી
હુસૈન ટૈકરીની ફોટો ગેલેરી
વેબદુનિયા ચર્ચા
ભૂત-પ્રેતથી છુટકારો કોણ અપાવી શકે છે? ભૂવા કે મનોચિકિત્સક
ઘણું બધુ
અશ્વથામા કોણ હતા ?