રહસ્ય અને રોમાંચના આ અભિયાનમાં અમારો આગામી મુકામ કયો હશે ?
અમે ક્યાં જઈએ ? તમારી સામે આ વખતે શું નવું લાવીએ ? અમે એ જ અસમજંસમાં ગુચવાયેલા હતાં ત્યાંજ અમારી ટીમની એક વ્યક્તિએ કહ્યું કે, ચાલોને ભદવામાતાનાં મંદિરે જઈએ. સાંભળ્યું છે કે ત્યાં નહાવાંથી પક્ષઘાતના દર્દી સપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય છે.
પહેલા તો તેની આ વાત સાભળીને અમે સહું આશ્વર્યમાં પડ્યાં પરંતુ અંતે આ વાતની પૃષ્ટિ કરવા માટે અમે ભદવામાતાના મંદિરે જવાનું નક્કી કર્યું. મધ્યપ્રદેશના નીમચ શહેરથી આશરે 50 કિલોમીટર દૂર ગયા પછી અમે આ ધાર્મિક સ્થળે પહોચ્યાં.
ફોટો ગેલેરી જોવા માટે અહીં ક્લીક કરો....
સાચે જ મંદિરનું દૃષ્ય અત્યંત રમણીય હતું. મંદિરની બંને બાજુ આવેલી પૂજન સામગ્રીની દુકાનો સાચે જ આ પ્રવિત્ર સ્થળની પ્રસિદ્ધિની સાક્ષી પૂરી પાડતી હતી. અમે ત્યાંથી પૂજાપો લઈને મંદિરમાં પ્રવેશ્યા. સામે જ પાણીની એક મોટી ટાંકી દેખાઈ, થોડા આગળ ચાલતા જ અમારો ભેટો મંદિરના સંચાલક વિશ્વનાથ ગહલોત સાથે થયો.
વિશ્વનાથજી સાથે વાત કરતાં અમે જાણ્યું કે, ભાદવા માતાજી ભીલ કોમના આદ્ય દેવી છે. જેથી માં ની આરાધના કરનારો વ્યક્તિ અન્ય કોઈ જાતીનાં નહીં પરંતુ ભીલ જાતિનો જ હોય છે. અમે જ્યારે તેમને પક્ષઘાત ઠીક થઈ જવાની માન્યતા વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે, હા, અહીં ચમત્કાર થાય છે. અહીંનું મંદિર અને વાવ ઘણી પ્રાચીન છે. અહીંની વાવમાં સ્નાન કર્યાં બાદ ઘણા પક્ષઘાતના દર્દીઓને ફાયદો થયો હોવાના દાખલા છે.
ગહલોતજીએ પોતાની વાતને આગળ ઘપાવતા જણાવ્યું કે, માં શકિતના આરાધનાના પર્વ ગણાતા નવરાત્રિના મેળામાં અહીં ભાવિકોની બહોળી ભીડ જામે છે. અહીં પહેલેથી જ ખૂબ અવ્યવસ્થા ફેલાયેલી હતી. જેને જોતાં પ્રશાસને પાણીની ટાંકી બનાવી છે. છેલ્લા વીસ વર્ષોથી વાવમાં નહાવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. વાવનું પાણીથી ટાંકીમાં ભરવામાં આવે છે. પાસે મહિલાઓ અને પુરુષો માટે બે અલગ-અલગ સ્નાનાગૃહો બનાવામાં આવ્યાં છે. હવે રોગી હોય કે સામન્ય માણસ, સ્નાન અહીં જ કરવામાં આવે છે.
હવે અમને રસ્તામાં દેખાયેલી મોટી ટાંકીનું રહસ્ય સમજમાં આવ્યું . મંદિર અને વાવ જોયા પછી અમે પાણીની ટાંકી તરફ વળ્યાં. પાણીની ટાંકીની પાસે લોકોની પુષ્કળ ગીર્દી હતી. અમે ત્યાં સ્નાન કરી રહેલા કેટલાક રોગીઓ સાથે પણ વાતચીત કરી.
તમારા મંતવ્ય પ્રમાણે શું આસ્થા લોકોને બિમારી સામે લડવાની શક્તિ આપે છે ?
|