રતલામના અંબારામજી સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે, તેઓ અહીં બીજી વખત આવ્યાં હતાં. અંબારામજીએ અમને જણાવ્યું કે, મને ત્રણ વર્ષ પહેલાં લકવો થઈ ગયો હતો. પગે ચાલી શકતું ન હતું. અહીં સુધી લાવવા માટે લોકો મને ઉપાડીને લાવતાં. અહીં નવ દિવસ સ્નાન કર્યાં બાદ પગની ખેચાણ થોડી ઓછી થઈ અને પછી હું ઘરે પરત ફર્યો.
હવે હું સપૂર્ણ પણે આ રોગમાંથી મુક્તિ મેળવવા માટે માં ની શરણમાં આવ્યો છું, અને આ વખતે મને વિશ્વાસ છે કે, હું મારા કાર્યમાં સફળ થઈ જઇશ.
સારા થવાનો દાવો કરનારા વ્યક્તિઓમાં અંબારામજી અંબારામજી એકલા નથી. રાજસ્થાનથી આવેલા અશોકના પરિવારવાળા પણ એવો જ દાવો કરે છે. અશોક પાંચ દિવસ પહેલાં અહીં આવ્યો હતો. એના શરીરનો જમણો ભાગ સંપૂર્ણ રીતે લકવાગ્રસ્ત થઈ ગયો. અહીં આવ્યા પછી તેનો હાથ હલનચલન કરવા માંડ્યો છે. તે લાકડીનો ટેકો લઈને ચાલવાં માંડ્યો છે. તેની સ્થિતિમાં સુધારો જોઈને તેના પરિવારવાળાં ખૂબ ખુશ છે.
આ લોકો સિવાય ત્યાં સ્નાન કરી રહેલાં દેવબાઈ,રામલાલ, ચિંતામણ, રમેશ વગેરેનો પણ દાવો છે કે તેમની સ્થિતિમાં થોડો સુધારો થયો છે. અહીં દુકાન ચલાવી રહેલા રાધેશ્યામ શર્માનું કહેવું છે કે, કેટલાક વર્ષો પહેલાં અહીં વૈજ્ઞાનિકોએ પાણીની તપાસ કરી હતી. ત્યારબાદ બતાવવામાં આવ્યું કે અહીંના પાણીમાં કેટલાંક એવા રાસાયણિક તત્વો છે જેના કારણે નસોમાં લોહી ઝડપથી વહેવા માંડે છે. કદાચ લોકોના ઠીક થવાનું આ જ કારણ હશે.
અમે લકવા રોગીઓ સાથે વાત કરી રહ્યાં હતાં ત્યારે જ ખબર પડી કે અહીંના પૂજારી આવી ચૂક્યાં છે. આ સાંભળતાં જ અમે પહોંચી ગયા માઁ ને દ્વાર. રાધેશ્યામ ભીલ નામનો પૂજારી છેલ્લા કેટલાંક વર્ષોથી મંદિરની દેખરેખ રાખી રહ્યો છે. તેમનું કહેવું છે કે, માન્યતા પ્રમાણે શનિવાર અને રવિવારની રાત્રે દેવીજી પોતાની સવારીની સાથે મંદિરની પરીક્રમા કરે છે. અને અહીં સુઈ રહેલાં દર્દીઓના રોગ હરી લે છે.
આ માન્યતાને કારણે અહીં આવનારા યાત્રીઓ રાત્રી મંદિરના ચોકમાં જ પસાર કરે છે. મંદિરમાં જીવતા બકરાં-મરધાં ચડાવાની માન્યતાં છે. જેને કારણે મંદિરના ચોકમાં મરધા અને બકરા ફરતાં દેખાય છે. આ કારણોસર મંદિરના પટાંગણમાં ગંદકીંનુ સામ્રાજ્ય વધ્યું છે. અહીં મરધીઓ દ્વારા જાદુ-ટોના કરવાની માન્યતા પણ ખૂબ પ્રચલિત છે.
|