મંદિરમાં સવાર-સાંજ થનારી આરતીનું પણ ખાસ્સુ મહત્વ છે. આરતીના સમયે અહીં આવેલા રોગી ભલે કેટલાય લાચાર કેમ ન હોય દેવીજીના સામે જરુર આવે છે. કેટલાક લોકોનું એવું કહેવું છે કે જો માઁ પ્રસન્ન થઈ જાય તો રોગી ઘંટ વગાડતા કે મંદિરની પરીક્રમાં કરતાં કરતાં જ સારો થઈ જાય છે.
આ તો માન્યતાઓ છે પણ અહીંના પાણીની તાસીર કાંઈક અલગ જ છે. હજુ તેની પૂરી રીતે વૈજ્ઞાનિક શોધ થવાની બાકી છે. કારણ કે અહીંની વાવ જ નહી પણ આસપાસ જે પણ કુવા છે તેનું પાણી પણ કંઈક ખાસ છે. ગરમીઓમાં જ્યારે વાવનું પાણી સુકાઈ જાય છે. ત્યારે આસપાસના કુવાઓમાથી વાવમાં પાણી નાખવામાં આવે છે. આ પાણીની પણ રોગીયો પર સકારાત્મક અસર થાય છે.
જેના દ્વારા ખબર પડે છે કે અહીંના પાણીમાં જ કંઈક વિશેષ છે. અમે અમારી શોધમાં એ જાણ્યું છે કે અહીં આવનારા કેટલાક લોકો દાવો કરે છે કે અહીં આવ્યા પછી તેમનો લકવો સારો થઈ જાય છે. પણ કેટલાક લોકો એવા પણ છે જેમને ખાલી હાથે પાછું ફરવું પડ્યું છે.
અમુક લોકો જણાવે છે, કે, અમે બધા માઁ ના સંતાનો છીએ જો અમે તેની પર માતા જેવો ભરોસો મૂંકીને તકલીફ દૂર કરવાની વિનતી કરીશું તો તે અમારી ઈચ્છા જરૂર પૂરી કરશે. હવે તમે આને આસ્થા કહો કે અંધવિશ્વાસ, પણ આ સાચું છે કે અહીં સ્નાન કરનારા કેટલાય લોકોનો લકવો ઠીક થઈ ગયો છે.
આખરે આ માન્યતાનો પ્રારંભ કેવી રીતે થયો ?
ભાદવા માતાનું મંદિર 800 વર્ષ જુનું માનવામાં આવે છે. અહીંની મૂર્તિયો પણ પ્રાચીન છે. પહેલાં લોકો દર્શન કરતાં પહેલા વાવના પાણીથી સ્નાન કરતા હતાં. પછી કેટલાક લોકોને અનુભવ થયો કે અહીંના પાણીમાં નહાવાથી લકવાના દર્દીઓને ફાયદો થાય છે. ધીરે ધીરે આ વાત ફેલાવા માંડી. દર્દીઓની ભીડ મંદિરમાં થવા માંડી અને અંતમાં તેઓની સુવિધા અર્થે અહીં પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું. વર્ષના બંને નોરતામાં અહીં માતાનો મેળો ભરાય છે.
|