અંદરનું દ્ર્શ્ય ખુબ જ નિરાળુ હતું. ભૈરવ બાબાની મૂર્તિની પાસે બેઠેલા પૂજારી ગોપાલ મહારાજ અમુક મંત્રો ગણગણી રહ્યાં હતાં. એટલામાં જ એક ભક્તે પ્રસાદ અને દારૂ ચડાવ્યો. પંડિતજીએ આ દારૂને એક નાની પ્લેટમાં કાઢીને અને બાબાની મૂર્તિના મુખ પાસે લગાવી દીધી... અને આ શુ?... ભોગ લગાવ્યા પછી વાટકીમાં દારૂની એક બુંદ પણ બચી નહી.
આ ઘટનાક્રમ સતત ચાલતો રહ્યો... એક પછી એક ભક્તો આવતા ગયાં અને બાબાની મૂર્તિ દારૂ પીતી ગઇ. બધુ જ અમારી આંખોની સામે બની રહ્યું હતું. અમે ઘણી વાર સુધી ત્યાંજ ઉભા રહ્યાં. દારૂ પીવડાવવાનો ઘટનાક્રમ સતત ચાલુ હતો. પંડિતજી ભૈરવ બાબાને એકધારો પ્રસાદ ચડાવી રહ્યાં હતાં... પરતુ ક્યાંય એક ટીપુ દારૂનું જોવા મળતુ ન હતું.
અમે રાજેશ ચતુર્વેદી નામના એક ભક્ત સાથે આ બાબતે વાત કરી તો રાજેશે જણાવ્યું કે તેઓ ઉજ્જૈનના રહેવાસી છે અને દરેક રવિવારે કાલ ભૈરવને દારૂનો ભોગ લગાવવા માટે જરૂર આવે છે. રાજેશ જણાવે છે કે પહેલા પહેલા તેઓ પણ આ જાણવાની કોશીશ કરી રહ્યાં હતાં કે દારૂ આખરે જાય છે ક્યાં? પરંતુ હવે તેઓને સંપૂર્ણ વિશ્વાસ છે કે દારૂનો ભોગ ભગવાન કાળ ભૈરવ જ ગ્રહણ કરે છે.
કાળભૈરવનું આ મંદિર લગભગ છ હજાર વર્ષ પુરાણુ માનવામાં આવે છે. આ એક વામ માર્ગી તાંત્રીક મંદિર છે. વામ માર્ગના મંદિરોમાં માંસ, મદિરા, બલી, મુદ્રા જેવા પ્રસાદ ચઢાવવામાં આવે છે. પ્રાચીન સમયમાં અહીયાં ફ્ક્ત તાંત્રીકોને પ્રવેશ આપવામાં આવતો હતો. તેઓ અહીયાં તાંત્રીક ક્રિયાઓ કરતાં હતાં અને કંઇક ખાસ પ્રસંગો પર કાળ ભૈરવને ભોગ ચઢાવવામાં આવતો હતો. સમયાંતરે આ મંદિર સામાન્ય માણસો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું પરંતુ બાબાએ મદિરાનો ભોગ સ્વીકારવાનું ચાલુ જ રાખ્યું.
|