શું તમારી કુંડળીમાં બેઠેલો ગ્રહ તમારા જીવનમાં થનારી ઘટનાઓને પ્રભાવિત કરી શકે છે ? શું આ ગ્રહોની એક વિશેષ સ્થિતિ તમારા જીવનમાં ઉથલ-પાથલ મચાવી શકે છે ? તમે કહેશો કે આ બધુ બકવાસ છે... તમે એને નહી માનતા. પરંતુ વિશ્વાસ નહી થાય તમને કે આ 21મી સદીમાં પણ આવી વાતો ઉપર વિશ્વાસ કરવાવાળા લોકોની કમી નથી... એમાં તો આ પ્રકારનાં યોગોમાંથી એક કાળસર્પ યોગને આપણી જ સદિમાં વધારે મહત્વ આપવામાં આવ્યું છે.
ફોટો ગેલેરી જોવા માટે અહીં ક્લીક કરો.
આસ્થા અને અંધવિશ્ર્વાસની આ કડીમાં અમારો પડાવ છે નાસિકના એક ત્રયંબક ગામમાં કે જ્યાં દર મહિને હજોરો લોકો કાળસર્પ યોગની ગ્રહ શાંતિ કરાવા આવે છે... અમારા આ પ્રવાસની શરૂઆત નાસિક બસ સ્ટોપ પરથી થઇ. અમે નાસિકથી ત્રયંબક જવા માટે યોગ્ય વાહનની શોધમાં હતાં... ત્યારેજ ઘણા ટેક્સીવાળાઓએ અમારી જ પૂછ-પરછ શરૂ કરી દીધી, જેમકે કયાં જવું છે ત્યાંથી લઇને આ વાતચીત કાળસર્પ યોગ ઉપર જઇને પુરી થઇ હતી. થોડીક વાર સુધી ભાવ-તાલ કર્યા પછી અમે એક ટેક્સીમાં બેસી ગયાં. આ ટેક્સી ચાલકનું નામ ગણપત હતું..
હજું થોડીક ગાડી ચાલી હશે ત્યાં ટેક્સી ડ્રાઇવર ગણપતે એક એજંટની જેમ પૂછપરછ શરૂ કરી દીધી.. શું તકલીફ છે ? પૂજા કરાવી છે ? કાળસર્પ યોગ છે કે મોટી પૂજા (નારાયણ નાગ બલી) કરાવાની છે. પંડિત પહેલાથી તમારે નક્કિ છે.. જો ના હોય તો મારા પરિચયમાં એક સારા પંડિતજી છે.
આ વાતચીતથી અમને માલુમ પડયું કે દરરોજ હજારોની સંખ્યામાં લોકો કાળસર્પ યોગથી છુટકારો મેળવા માટે ત્રયંબક આવે છે. વાતચીત દરમ્યાન સમય કયાં જતો રહ્યો તે માલુમ જ ના પડયું અને અમે અમારા લક્ષ્ય ત્રયંબકેશ્ર્વર પહોંચી ગયા. દરેક બાજુ મહામૃત્યુંજંય જાપ અને શિવસ્તુતીના શ્ર્લોક ગાંજી રહ્યા હતાં. સૌથી પહેલા અમે ગોદાવરીના કુંડ કુશાવર્ત તીર્થના ઘાટ ઉપર ગયા.
અમે જોયું કે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગોદાવરી કુંડમાં સ્નાન કરી રહ્યા હતા. સ્નાન પછી બધાએ નવા સફેદ વસ્ત્રો પહેરયાં. ગણપત (અમારો ડ્રાઇવર)નું માનીએ તો આ બધા કાળસર્પ પૂજા અથવા નારાયણ નાગબલિની પૂજામાં હાજર થવા જવાના હતાં.
અમે એક પરિવાર સાથે વાતચીત કરી. આ પરિવાર યાવતમાલ થી ત્રયંબક એમની દિકરીની કાળસર્પ પૂજાના માટે આવ્યા હતાં. પરિવારના વડિલ સુરેશચંદ ખાંડેએ જણાવ્યું કે તેમની દિકરી શ્ર્વેતાના લગ્ન કયાંય નક્કિ નથી થતાં. પંડિતનું કહયું છે કે જયાં સુધી અમે એની કંડળીમાં રહેલા કાળસર્પ યોગનું નિરાકરણ નહી કરાવીએ ત્યાં સુધી એમના લગ્ન નહી થાય. શ્ર્વેતાની માં કિરણે જણાવ્યું કે અમારા એક જાણીતા સ્નેહીના છોકરાની કુંડળીમાં પણ આ યોગ હતો. તેમના પણ લગ્ન નહોતા થતાં એટલે તેમણે આ પૂજા કરાવી ત્યાર પછી તરત જ એમના લગ્ન થઇ ગયાં.
ખાંડે પરિવારની જેમ અનેક લોકો અહયાં કાળસર્પ યોગના નિવારણ માટે આવ્યા હતા. તેમાં સૌથી આશ્ર્ચર્યની વાત એ હતી કે એમાં વધારે ભણેલા હતા.
સર્વેક્ષણમાં ભાગ લેવા માટે અહીં ક્લીક કરો...
|