હવે અમે કાળસર્પની પૂજા વિધિ કરવાવાળા પંડિત કમલાકર અકોલકરજીનો સંપર્ક કર્યો. કમલાકરજીનું કહયું હતું કે જો તમારી કુંડળીમાં રાહૂ અને કેતૂના વચ્ચે બધા ગ્રહો આવ્યા તો આ કાળસર્પ યોગ બને છે. આજકાલ આ દોષ વધારે થવા લાગ્યો છે કારણકે આપણે આપણા પુર્વજોનું તર્પણ અને શ્રાદ્ધ નથી કરતા. આ યોગના નિવારણ માટે આહ્યા ખાસ પ્રકારની પૂજા થાય છે. આ પૂજામાં ચાંદીના નવ નાગોં અને સોનાના એક નાગની વિશેષ પૂજા થાય છે. આ પૂજા લગભગ બે કલાક સુધી ચાલે છે જેમની શરૂઆત ગણેશ પૂજાથી થાય છે અને હવન પછી દોષ સમાપ્ત માનવામાં આવે છે.
અકોલકરજીનું કહેવાનું હતું કે વિશ્ર્વમાં 20 ટકા લોકોની કુંડળીમાં આ યોગ હોય છે જેના કારણે તેઓને જાત-જાતની મુશકેલીઓનો સામનો કરવો પડતો હોય છે. અકોલકરજીના ત્યાં મુંબઇથી પ્રદીપ્ત કુમાર સેન અને સુંનદા સેન એમની કુંડળીમાં ફેણ ચઢાવીને બેઠેલા કાળસર્પ યોગનું નિદાન કરાવવા આવ્યા હતા. સુનંદાજીનું કહેવાનું હતું કે અમારા જીવનમાં એકાએક મુશકેલીઓ આવવા લાગી. બાબો ડોકટર છે પરંતુ કામ નથી કરતો.
અમે કોર્ટ-કચેરીમાં ફસાયેલા છીએ. એક પંડિતે જણાવ્યું કે અમારી બન્નેની કુંડળીમાં કાળસર્પ યોગ છે જેના કારણે અમારે મુશકેલી સહન કરવી પડે છે આથી અમે અહયા આવ્યાં છીએ. અહીયા પૂજાની વિધિ જોઇને પછી અમે ગામ તરફ ચાલવાનું શરૂ કર્યું. દરેક પંડિતના ઘરમાં પૂજા-પાઠ થતો હતો. માલુમ પડયું કે બધા લોકો કાળસર્પ નિવારણ પૂજા કરાવી રહયા છે. કયાંક તો વીસ-વીસ લોકોના આખા સમૂહને સાથે જ પૂજા કરાવવામાં આવતી હતી. આ સમૂહમાં બે યા ત્રણ પંડિત માઇકની મદદ થી મંત્ર વાંચતા હતા. આ પૂજાની વિધિ જોઇને પછીને લાગ્યું કે આ દોષની મુક્તિ પછી આ લોકોને મીઠા ફળ મળયા કે નહીં પરંતુ આ પંડિતોં પર ભગવાનની કૃપાદ્દષ્ટિ થઇ ગઇ છે.
આ પૂજાને કરાવવાવાળા ઘણા લોકોનું કહવું હતું કે તેઓને ફાયદો થયો છે તો ઘણા લોકો કહે છે કે આ પૂજા અમારા માટે મનનું ધન છે. બસ અમારી કંડળી દોષમુક્ત છે અમને તેનાથી જ સંતોષ છે.
પરંતુ સિક્કાની બીજી બાજુ એ પણ છે કે આ પૂજાની વિધિ બાબતે પ્રાચીન ગ્રંથોમાં વર્ણન નથી મળતું. ના તો આજથી પાંચ-સાત વર્ષ પહેલા આ યોગના નિવારણ માટે આટલા મોટા પ્રમાણમાં પૂજા થતી હતી.
અહીં આવીને એ પણ માલુમ પડયું કે અનેક પંડિતોંએ પૂજાના માટે ખાસ રકમ નક્કિ કરી દીધી છે. થોડાક એક સાથે સમૂહમાં પૂજા કરાવે છે જેનાથી યજમાનોંને મંત્રોનો સાચો અર્થ અને ઉચ્ચારણની પણ ખબર નથી પડતી. પૂજા માટે સારી પૂજા સામગ્રીની વ્યવસ્થા પંડિત જાતે જે કરીને રાખે છે બસ યજમાને અહયા આવવાનું હોય છે. તેઓનું રોકાવવાનું અને ખાવા-પીવાની વ્યવસ્થા પણ આ જ પંડિતો કરી આપે છે. આ મુજબ ત્રયંબકમાં આ પૂજાએ એક મોટા વ્યવસાયનું રૂપ ધારણ કર્યું છે.
|