મુખ પૃષ્ઠ > ધર્મ > શ્રદ્ધા-અંધશ્રદ્ધા > લેખ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અડધી રાત પછી ઘોર-અઘોર સાધના...
શ્રુતિ અગ્રવાલ

W.DW.D
અડધી રાત પછીનો સમય..... કાળી અંધારી રાતનો સમય..... જે સમયે આપણે બધાં ચાદર ઓઢીને ઉંઘના આહોશમાં ખોવાઈ જઈએ છીએ. તેવા સમયે મેલી વિદ્યા કરનાર તાંત્રિક સ્મશાનમાં જઈને તંત્ર ક્રિયાઓ કરે છે. ખૂબ તપસ્યા કરે છે. આખરે એવું તે શું થાય છે, અડધી રાત પછી સ્મશાનમાં.... અમારા મનમાં કેટલીય વાર આવા સવાલ ઉભા થયા.. તમારા મનમાં પણ આવાં જ કેટલાક સવાલો હશે. તો ચાલો આ વખતે આવા વણસાયેલા સવાલોના જવાબ શોધીએ.

ફોટો ગેલેરી જોવા અહીં ક્લીક કરો....

અમે સવાલોના જવાબ શોધવાનો ક્ર્મ તાંત્રિકને શોધવાનું ચાલુ કરીને કર્યો. બહું જલ્દી જ અમારી આ શોધ પૂરી થઈ અને અમે પહોંચી ગયા સેવેન્દ્રનાથ દાદાજીની પાસે. દાદાજીના નામે પ્રખ્યાત આ સ્મશાન સાધક તારાપીઠના શિષ્ય છે. થોડી આનાકાની પછી તે અમને સ્મશાન સાધના વિશે બતાવવા તૈયાર થયા.

તેમણા જણાવ્યા મુજબ ‘અઘોરી સ્મશાન ઘાટમાં ત્રણ પ્રકારની સાધના કરે છે - સ્મશાન સાધના. શિવ સાધના, શબ સાધના “ જેમાં શબ સાધના સૌથી કઠિન છે. ‘ શબ સાધના ના માટે એક ખાસ કાળમાં સળગતી ચિતામાં શબ પર બેસીને સાધના કરવામાં આવે છે. જો પુરુષ સાધક હોય તો એને સ્ત્રીનું શબ અને સ્ત્રી સાધક હોય તો એને પુરુષનું શબ જોઈતું હોય છે. તેમનું કહેવું છે કે , “શબ સાધનાની ચરમ સીમા પર મડદું બોલી ઉઠે છે અને તમારી બધી ઈચ્છાઓ પૂરી કરે છે.”

આ તપસ્યામાં સામાન્ય લોકોને પ્રવેશ આપવામાં નથી આવતો. આવી તપસ્યાઓ હંમેશા તારા પીઠના સ્મશાન, કામાખ્યા પીઠના સ્મશાન, ત્ર્યંમ્બકેશ્વર અને ઉજ્જૈનના ચક્રતીર્થના સ્મશાનમાં થાય છે.

W.DW.D
શિવ સાધનામાં શબના ઉપર પગ મૂકીને ઉભાં રહીને તપસ્યા કરવામાં આવે છે. બાકીના તરીકા પણ શબ સાધનાની જેવાં જ હોય છે. આ સાધનાનુંમૂળ શિવની છાતી પર પાર્વતી દ્વારા મૂકવામાં આવેલો પગ છે.’ આવી સાધનાઓમાં મડદાંને માંસ અને મદિરાનો પ્રસાદ ચઢાવવામાં આવે છે.

આ બે સાધના ઉપરાંત ત્રીજી સાધના હોય છે સ્મશાન સાધના, જેમાં સામાન્ય પરિવારોને પણ શામિલ કરવામાં આવે છે. આ સાધનામાં મડદાંની જગ્યાએ શબપીઠની પૂજા કરવામાં આવે છે. તેની પર ગંગાજળ ચઢાવવામાં આવે છે. અહીં પ્રસાદના રુપમાં માંસ-મદિરાની જગ્યાએ માવો ચઢાવવામાં આવે છે.

જાણકારી મળ્યા પછી અમે બીજા એક અઘોરીનો સંપર્ક કર્યો. ચંદ્રપાલ નામનો આ અધોરી અમને શબ સાધના બતાવવાં તૈયાર થઈ ગયો. પણ તેમણે એક શરત મૂકી કે જ્યારે મારો શિષ્ય તમને કહે ત્યારે તમારે અહીંથી ઉઠીને ચાલ્યા જવાનું. ત્યારબાદ અમે તે અધોરી સાથે ઉજ્જૈનની ક્ષિપ્રા નદીના કિનારે આવેલા સ્મશાન ઘાટ ગયા. ત્યાં અઘોરીન એક શિષ્યએ એક ચિતાનો બંદોબસ્ત કરી મૂક્યો હતો.
1 | 2  >>  
ઘણું બધુ
સર્પદંશની સારવાર... ફોન પર...!  
દેવી બની બાળકી.......
દારૂ પીતી કાળ ભૈરવની મૂર્તિ !!!  
જ્યાં નહાવાંથી ભાગે પક્ષઘાતનો અસાધ્ય રોગ
ગંદા નાળામાં નહાવ, ભૂત-પ્રેત ભગાવો  
અશ્વથામા કોણ હતા ?