મુખ પૃષ્ઠ > ધર્મ > શ્રદ્ધા-અંધશ્રદ્ધા > લેખ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ફરશીવાળા બાબા
શ્રુતિ અગ્રવાલ
W.DW.D

આપણો દેશ કેટલીય ગુપ્ત વિદ્યાઓવાળો દેશ છે. અહીં યોગ, તંત્ર-મંત્ર અને જડી-બુટ્ટીઓથી કેટલીય અસાધ્ય બીમારીઓને દૂર કરવાના દાવા કરાય છે. પણ દરેક વાર આ દાવા સાચા નથી થતાં. પણ જોવા જઈએ તો હંમેશા આ ઝોલાંછાપ બાબાઓ અસાધ્ય બીમારીઓથી પીડિત લોકોને ઠગીને તેમની ભાવનાઓ જોડે મજાક કરે છે. આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં અમે તમારી મુલાકાત આવા જ એક બાબા જોડે કરાવી રહ્યાં છે. હવે આ બાબા સાચા છે કે એક ઢોંગી તેનો નિર્ણય તમારાં પર છોડીએ છીએ.... અમે તમને તેમની સાથે અમારી મુલાકાતની નજરે જોયેલી હકીકત બતાવી રહ્યા છે.

ફોટો ગેલેરી જોવા અહીં ક્લીક કરો....

અમારી ત્રંયબક યાત્રા દરમિયાન અમે સાંભળ્યું કે નાસિક-ત્રંયબક રોડ પર રધુનાથ દાસ નામના બાબાનો આશ્રમ છે, જેને લોકો ફરશીવાળા બાબાના નામે બોલાવે છે. તેમનો દાવો છે કે તેઓ તમારા માથા પર માત્ર એક ફરશી મૂકીને તમારી બીમારી બતાવી શકે છે. તે પણ જેવી તેવી નહી પણ કેંસર અને એડ્સ જેવી અસાધ્ય બીમારી. એટલું જ નહી પણ આ બીમારીને દૂર કરવાનો દાવો પણ કરે છે. અમે નક્કી કર્યું કે તેમના દાવાને અજમાવી તો જોઈએ....
W.DW.D


અમે અમારી ગાડીને રધુનાથ બાબાના આશ્રમ તરફ વાળી. આશ્રમમાં એક મોટો હોલ હતો. આ હોલમાં સેંકડો લોકો લાઈન લગાવીને બેઠા હતા. ત્યાં જ એક દિવાન પર એક 40-45 વર્ષની વયનો એક વ્યક્તિ દર્દીઓના માથા પર ફરશી(ટાઈલ્સ) મૂકીને કશું બોલી રહ્યો હતો. જ્યારે બાજુમાં બેસેલાં કેટલાંક લોકો દર્દીઓ માટે દવા લખી રહ્યા હતા. અમે થોડા નજીક ગયા અને ત્યાંનું દ્રશ્ય જોઈને ચોંકી ગયા. રધુનાથ દાસ નામના આ વ્યક્તિ કોઈપણ દર્દીના માથા પર ફરશી મૂક્યાં પછી 'તમારું બ્લડ શુગર ઓછું થઈ ગયુ છે, કાઉંટ આટ-આટલાની વચ્ચે છે થી લઈને બીપી આટલાંથી આટલા વચ્ચે છે વગેરે બતાવીને દર્દીને કેંસર છે કે એડ્સ કે ટ્યુમર વગેરે બતાવી રહ્યાં હતા.

W.DW.D
પણ રમત તો હવે શરૂ થઈ હતી.....થોડાં સમય પછી જ લાઈનમાં બેસેલા એક દર્દીએ બાબાની સામે એક કપડું મૂકી દીધુ. બાબાએ ઝડપથી કપડાં પર ફરશી મૂકી અને બીમારની હાલત બતાવવા માંડ્યા. પછી એક દર્દીએ પોતાની પત્નીનો ફોટો બતાડી તેના વિશે પૂછ્યું તો બાબાએ તેની બીમારી વિશે પણ બધું બતાવી દીધુ. લાંબા સમય સુધી આ પ્રક્રિયા ચાલતી રહી......લોકો આવતાં રહ્યા અને બાબા તેમને દર્દીના કપડાં કે તેમના ફોટાં પર ફરશી મૂકીને તેની હાલચાલ બતાવવા માંડ્યા. અમે બાબાના સહયોગીઓને બાબા જોડે મુલાકાત કરાવવાની ઈચ્છા બતાવી. આ લોકોએ અમને કહ્યું કે તમે બગીચામાં ચાલો, બપ્પા(બાબાને આ જ નામથી બોલાવે છે) ત્યાં જ આવી જશે. રધુનાથજીના બગીચામાં કેટલાય પ્રકારની દવાઓના છોડ હતા, અને ત્યાં જ કેટલાય પ્રકારના કૈકટસના છોડ પણ લગાવવામાં આવ્યાં હતા.
1 | 2  >>  
ફોટોગેલેરી
ફોટો ગેલેરી જોવા અહીં ક્લીક કરો....
વેબદુનિયા ચર્ચા
વેબદુનિયા ચર્ચામાં ભાગ લો
ઘણું બધુ
અડધી રાત પછી ઘોર-અઘોર સાધના...
સર્પદંશની સારવાર... ફોન પર...!  
દેવી બની બાળકી.......
દારૂ પીતી કાળ ભૈરવની મૂર્તિ !!!  
જ્યાં નહાવાંથી ભાગે પક્ષઘાતનો અસાધ્ય રોગ
ગંદા નાળામાં નહાવ, ભૂત-પ્રેત ભગાવો