મુખ પૃષ્ઠ > ધર્મ > શ્રદ્ધા-અંધશ્રદ્ધા > લેખ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ફક્ત સ્પર્શથી કોઇ રોગ ભગાડી શકાય !
વેબ દુનિયા

W.DW.D
આજકાલ ફરી આસ્થાનો દોર જોવા મળી રહ્ય છે. કોઈ પણ પ્રકારનો ઈલાજ દવાઓથી શક્ય છે. પણ કોઈ ઈલાજ કોઈ પવિત્ર પાણીથી શક્ય થઈ શકે છે. પણ એક એવી વ્યક્તિ છે જે માત્ર આંગળીના સ્પર્શથી જ નીકળતી ઉર્જાથી ઈલાજ કરી શકે છે.

ઈલાજની આ પ્રણાલી છે 'બ્રહ્મજ્ઞાન' ની આધ્યાત્મક શક્તિયોની... જે એક સર્વવ્યાપી ઉર્જા છે. અમે કેરળમાં સ્થિત તે સ્થાન પર પહોંચ્યાં જ્યાં અમને આચાર્ય એમ ડી રવિ માસ્ટર 'બ્રહ્મ ગુરૂ' હજારો-લાખો શ્રધ્ધાળુઓના રોગોનો ઈલાજ પોતાના કોમળ સ્પર્શ દ્વારા કરી રહ્યા છે. તેમનો આ ઈલાજ બધા માટે નિ:શુલ્ક છે.

ફોટો ગેલેરી જોવા માટે અહીં ક્લીક કરો...

એમડી રવિ માસ્ટર કોઈ ચિકિત્સક નથી એક દરજી છે. જેમણે બહુ મુશ્કેલીથી સામાન્ય શિક્ષા પ્રાપ્ત કરી છે. તેમના મુજબ બીમારીયોના ઈલાજની આ વિદ્યા તેમની અંદર પુનર્જન્મ દ્રારા આવી. કોઈ પણ વ્યક્તિ આ શક્તિયોને ઓળખ્યા પછી સ્થૂળ તત્વોથી બહુ ઉપર ઉઠી શકે છે.

રવિ મૈસ્ટરનો ઈલાજ કેન્દ્ર બ્રહ્મ ધર્માલયના નામથી ઓળખાય છે. અહીં કેરળ રાજ્યના કોટ્ટયમ જિલ્લાના ચઁગનાસ્સેરી નામના સ્થાન પર સ્થિત છે. જે ત્રિવેન્દ્રમ થી 135 કિલોમીટર દૂર સ્થિત અને કોચ્ચિથી લગભગ 87 કિલોમીટર દૂર આવેલું છે.
W.DW.D


રવિ માસ્ટરનું માનવું છે કે તે પોતાની પ્રાર્થનાના સમયે કોઈ પણ દેવી-દેવતાની વાતો કરી શકે છે. પણ બીજી બાજુ તે એ પણ માને છે કે તે કોઈ જીવતો ઈશ્વર નથી. તે આ કામને પોતાનું નસીબ માને છે. જેનો ઉદ્દેશ્ય લોકોની સેવા કરવાનો છે.

આ બિલકુલ સાચુ છે કે તે વગર કોઈ દવાએ, ફક્ત પોતાના 'બ્રહ્મ જ્ઞાન' થી રોગીયોની સારવાર કરે છે. તેમનો દાવો છે કે તે કોઈ પણ પ્રકારના રોગીની સારવાર ફક્ત પોતાના કોમળ સ્પર્શથી જ કરી શકે છે. એવી માન્યતા છે કે તેમના હાથમાંથી નીકળતી બ્રહ્મશક્તિ રોગીયોની સારવાર કરે છે. મજાની વાત તો એ છે કે તે 'સોરાઈસિસ' નામબી ધાતક ચામડીની બીમારી નો પણ ઈલાજ કરી શકે છે. જેની અત્યાર સુધી કોઈ પણ દવા તૈયાર નથી થઈ શકી.

બ્રહ્મ ચિકિત્સા કેન્દ્રમાં તેમની પાસે સારવાર કરાવવાં કેટલાય પ્રકારના માનસિક અને શારીરિક રોગોથી ગ્રસ્ત લોકો આવે છે. આ આશ્રમમાં કોઈ પણ વિશેષ દેવી કે દેવતા નથી, જેમની પૂજા અર્ચના થાય છે.એવું મનાય છે કે આ સર્વવ્યાપી શક્તિ ઈશ્વર, અલ્લાહ કે જીસસ, સૌથી ઉપર છે.

W.DW.D
રવિ માસ્ટરજી પાસે દૂર-દૂરથી લોકો નશાની ટેવથી છુટકારો મેળવવા આવે છે. આ લોકો તેમના તીવ્ર પ્રતાપને સહી નથી શકતા, કારણકે માસ્ટરજીના કપાળેથી અને હાથોમાંથી વિશેષ પ્રકારની ઉર્જા નીકળે છે. એવું કહેવાય છે કે સારવાર દરમિયાન તે રોગી પાસેથી તેની નકારાત્મક પ્રવૃત્તિયોને લઈને તેને રોગથી છુટકારો અપાવે છે. તેમનું માનવું છે કે આ પ્રકારના બધા અવગુણ નકારાત્મક પ્રવુત્તિની દેન છે. પોતાની સારવાર દ્રારા તે રોગીને શાંત અને સંયમિત બનાવી દે છે.

શશીમોહન
1 | 2 | 3  >>  
ફોટોગેલેરી
ફોટો ગેલેરી જોવા માટે અહીં ક્લીક કરો...
ઘણું બધુ
ફરશીવાળા બાબા
અડધી રાત પછી ઘોર-અઘોર સાધના...
કુંડળીમાં ફેણ ચઢાવીને બેઠો છે કાળસર્પ યોગ  
તે મોઢા વડે કાઢે છે... પથરી !!  
સર્પદંશની સારવાર... ફોન પર...!  
દેવી બની બાળકી.......