આસ્થા અને અંધશ્રધ્ધા નામની અમારી વિશેષ પ્રસ્તુતિમાં અમે અત્યાર સુધીમાં તમને આપણા સમાજમાં ફેલાયેલી કેટલીય એવી માન્યતાઓથી માહિતગાર કરાવ્યાં છે જે કદી આસ્થા તો કદી ઘાતક અંધવિશ્વાસનું રૂપ લઈ લે છે. અમારી આ ખાસ પ્રસ્તુતિની પાછળ અમારો ઉદ્દેશ્ય તમને સૌને સત્યથી પરિચિત કરાવવાનો અને છેતરપિંડીથી બચાવવાનો રહ્યો છે. અમે ઈચ્છીએ છીએ કે અમારા બધા પાઠકો આસ્થા અને અંધવિશ્વાસની વચ્ચે ખેંચાયેલી પાતળી રેખાને ઓળખે અને સમજદારીથી નિર્ણય કરે... અને અંધવિશ્વાસના નામ પર ચાલી રહેલા ગોરખધંધાને ઓળખી ન તો ફક્ત એનાથી દૂર રહે પણ પોતાના ઓળખિતાઓને પણ જાણ કરી દે.
ફોટો ગેલેરી જોવા માટે અહીં ક્લીક કરો...
અમારી આ કડીમાં અમે તમને અધવિશ્વાસનુ ખૂબજ બિહામણુ રૂપ બતાવી રહ્યાં છે, જેને કારણે 11 લોકોના મોત થઈ ગયા હ્તા. અમે વાત કરી રહ્યાં છે જબલપુરના કથિત સરોતા(સૂડી)વાળા બાબાની. આ બાબા સોપારી કાપવાની સૂડીથી લોકોની આઁખોની બીમારી ઠીક કરવાનો દાવો કરે છે... અંધશ્રધ્ધાની માયાજાળમાં ફસાયેલા ભોળા લોકો બાબાના દાવા પર વિશ્વાસ કરી પોતાની લાચારી લઈને તેમની પાસે આવતા હતા. બાબાનું અસલી નામ ઈશ્વરસિંહ રાજપૂત છે.
તેઓ સૂડી(સરોતા)થી સારવાર કરતા હતા તેથી તેમને લોકો સરોતા બાબાના નામથી ઓળખતાં હતા. તે સિવાય તેમને સર્જનબાબાના ઉપનામથી પણ સંબોધિત કરવામાં આવતા હતા સરોતાબાબા આંખોની સારવાર સિવાય એડ્સ તેમજ કેંસરની સારવાર કરવાનો પણ દમ ભરતાં હતા. તેથી ત્યાં લોકોની ભીડ રહેતી હતી. તેમનો સારવાર કરવાની રીત ખૂબ જ વિચિત્ર હતી. તે દર્દીના મોંઢા પર ધાબળો ઢાઁકી દર્દીની આંખોમાં સૂડીનો એક ભાગ નાખી સારવાર કરતાં હતા ! આ મહાશયનો દાવો હતો કે જે દર્દીએ પહેલાંજ ડોક્ટર પાસે સારવાર કરાવી છે, કે જેમની આંખોનું ઓપરેશન પહેલાં જ થઈ ચૂક્યું છે, તેમની ઠીક થવાની શક્યતા ઓછી છે. નહી તો ફાયદો કેટલીક શરતો પર થશે.
તેમની વાતોને તેમના સહયોગીઓએ બુંદેલખંડ-છતરપુર જેવી અપેક્ષિત પીછડાયેલી જગ્યાઓ પર ફેલાવી દીધી હતી. જેને કારણે તેમના દ્રારે ખૂબ જ ભીડ લાગવા માંડી, પછી તો બાબાએ સૂડી વડે લાકડી કાપીને આપવાની પણ શરૂ કરી દીધી. તે દાવો કરતાં હતાં કે લાકડી તેમંને દરેક રોગથી દૂર રાખશે.
|