- અરવિંદ શુક્લા
લખનૌ (વેબદુનિયા) રસ્તા પર ચાલતાં કોઇ હડકાયું કુતરુ કરડી જાય કે પછી લાડ કરતાં ટોમીના દાંત શરીર પર ખૂચી જાય તો તમે શું કરશો? ઘણા લોકો આ સ્થિતિમાં કુકરૈલ નાળાના ગન્દા પાણીમાં નહાય છે... આ લોકોનું માનવું છે કે કુકરૈલ નાળામાં નહાયા પછી કુતરાના કરડવાથી શરીરમાં ફેલાતું ઝેર અટકાવી શકાય છે.
ફોટોગેલરી જોવા માટે અહીં ક્લિક કરો.....
આને આસ્થા કહેવાય કે અંધવિશ્વાસ પરંતુ ઉતર પ્રદેશની રાજધાની લખનૌમાં કુતરું કરડવાથી કુકરૈલ નાળામાં નહાવાની માન્યતા પેઢીઓ જુની છે. આસ્થાના આ કેન્દ્રને જોવા માટે આ પત્રકાર નીકળી પડે છે. કુકરૈલનું નાળુ રાજધાનીના વચ્ચે લખનૌ-ફૈઝાબાદ રોડ પર છે. દરેક રવિવાર અને મંગળવારના દિવસે આ નાળામાં સ્નાન કરવા માટે દૂર દૂરથી ગામડાઓ અને શહેર માથી પ્રતિષ્ઠિત લોકો પણ આવે છે. કારણ ફક્ત એક જ કે આ બધાને કુતરુ કરડ્યું છે અને તેઓ તેના ઝેરથી છૂટકારો મેળવવા માંગે છે. નાળાની આસપાસ રહેનાર લોકોનું કહેવું છે કે અહીંયા ઘણા આઇએએસ અધિકારી પણ કુતરુ કરડીયા બાદ આ નાળામાં નહાયા છે. લોકોની માન્યતા છે કે કુકરૈલના નાળામાં નહાવાથી તેઓને કુતરાના ઝેરથી છૂટકારો મળશે.
જ્યારે હું ત્યાં પહોચ્યો તો જોયુ કે તે જગ્યાએ એક ગંદુ નાળુ વહી રહ્યું હતું. નાળાની એક બાજું જમીન માફિયાઓએ જબરજસ્તી કબ્જો કરીને ઝુંપડી અને પાકા મકાનો બનાવી લીધા છે. આ કુકરૈલનું નાળુ રાજધાનીથી લગભગ 20-30 કિલોમીટર દૂર બક્શીના તળાવની આગળ અસ્તિ ગામથી નીકળીને ભૈંસાકુંડના ગોમતી બૈરાજમાં જઈને મળે છે. ફૈજાબાદ રોડ પર બનેલા પુલની નીચે કુકરૈલ નાળામાં જ નહાવાથી કુતરાના ઝેરથી છૂટકારો મળવાની માન્યાતા છે.
આ પાણીના બંધ તરફ સવારથી જ કુતરા કરડવાથી પીડાયેલ લોકોની અને તેમના પરિવારજનોની ભીડ જામી જાય છે. ત્યાં જ બનેલ પુલ પર નાળામાં નાહીને આવેલ પીડીતને ઝાડુ મારીને તથા સાથવો, ગોળ થી ફૂંકીને ઇલાજ કરવામાં આવે છે. નાળાના પુલ પર ઝાડુ ફૂંક માટે રવિવારે અને મંગળવારે સંજય જોષી, નોન્દર જોષી અને નૂરજહા હાજર થઇ જાય છે.
ઝાડુ ફૂંક કરવાવાળા સંજય જોષીનું કહેવું છે કે આ તેમનો પુર્વજોનો ધંધો છે અને કુતરાનું ઝેર ફૂંકવામાં અત્યાર સુધીમાં તેમની ચાર પેઢીઓ ગુજરી ગઈ છે. સંજય જોષી રાજધાનીના મનકામેશ્વર મંદિરના નજીક જોષી ટોલાના નિવાસી છે. તેઓ ચાર પેઢી જુનો લોખંડનો પંજો બતાવે છે જેનાથી પીડીતના ઘા પર મુકીને ઝાડુ ફૂંક કરવામાં આવે છે અને મંત્રો વાંચવામાં આવે છે. મંત્રોના વિશે પુછવા પર સંજય જોષી તેને જણાવવાનો સાફ ઇંકાર કરી દે છે અને કહે છે કે તે મંત્રોને હું ન કહી શકું. હા તેઓ ફક્ત એટલુ જણાવે છે કે તે ભૈરોનો મંત્ર જાપ કરે છે.
સવારના પોરથી જ પાંચ વર્ષના વિશાલ તેમના પિતા પ્રદિપ કુમ્હાર (ગામ માનપુર લાલ, અસ્તિ, લખનૌ)ની સાથે કુકરૈલ નાળામાં નહાવા માટે આવે છે. વિશાલના પિતાને પુરે પુરો વિશ્વાસ છે કે કુકરૈલના નાળામાં નહાવાથી તેમના દિકરાને કુતરા કરડવાના ઇંજેક્શન લેવાની જરૂરત નહી પડે.
|