સારવારનો વિચિત્ર પ્રકાર એટલે ચાચવા (લોખંડનો ગરમ સળિયો) જેમાં રોગીના શરીરને ગરમ સળિયાંથી ડામ આપવામાં આવે છે. આસ્થા અને અંધવિશ્વાસ નામની અમારી આ વિશેષ પ્રસ્તુતિમાં અમે અત્યાર સુધી સમાજમાં ફેલાયેલા અનેક અંધવિશ્વાસોને તમારી સમક્ષ રજૂ કરી છે... જેમાંથી અનેક સારવારથી સંબંધિત છે... એમ પણ જ્યારે વ્યક્તિ બીમારી પાછળ લાખો પ્રયત્નો કરીને પણ હારી જાય છે. ત્યારે ઊંટ વેદ્યાઓ કે બાબાઓના ચક્કરમાં પડી જાય છે. અમે અમારાં જાગૃત પાઠકોને વિનંતી કરીએ છીએ કે તે આવા ઊંટ વેદ્યાઓ અને દગાખોર પાખંડીઓથી દૂર રહે... અમારી કોશિશ તમને સમાજમાં ફેલાયેલા અંધવિશ્વાસથી જાગૃત કરાવી તેનાથી બચાવવાની છે...
ફોટો ગેલેરી જોવા માટે ક્લિક કરો...
અમારા આ પ્રયત્નને આગળ વધારતા આ કડીમાં અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યાં છે, મધ્યપ્રદેશના એક ગામ દેહાતમાં સારવારના નામે ફેલાયેલા અંધવિશ્વાસની. સારવારની આ ખતરનાક પધ્ધતિને ચાચવા(લોખંડના ગરમ સળિયાંથી ડામ દેવો) કહેવાય છે. ... જેમાં દર્દીના શરીરને ગરમ સળિયાઓથી ડામવામાં આવે છે.
સારવારની આ રીત મધ્યપ્રદેશના વિદિશા, ખંડવા, બૈતૂલ, ધાર, ગ્વાલિયર, ભિંડ-મુરૈના જેવા શહેરોના ગ્રામીણ વિસ્તારોમાં ફેલાયેલી છે. આ પધ્ધતિથી ઈલાજ કરવાવાળા વ્યક્તિને ગામના લોકો બાબાના નામથી બોલાવે છે.. આ સારવારમાં સૌથી પહેલા દર્દીના શરીરના રોગના ભાગ પર રાખ વડે નિશાન કરવામાં આવે છે. પછી આ નિશાનોને ગરમ સળિયા વડે બાળવામાં આવે છે. બાબાનો દાવો છે કે આવું કરવાથી દર્દીના રોગ દૂર થઈ જાય છે.આ જાણકારી મળ્યા પછી અમે મોખા પિપલિયાં ગામના આવા જ એક ચાચવા બાબા અંબારામજી જોડે સંપર્ક સાધ્યો. અંબારામે જણાવ્યું કે તે વીસ વર્ષોથી આ કામ કરી રહ્યાં છે. તેમના પહેલાં તેમના પિતાજી ચાચવા વડે લોકોની સારવાર કરતા હતા. અંબારામનો દાવો છે કે તે પેટનો દુ:ખાવો, ગેસ, માથાનો દુખાવો, મસો, ટીબી, સાઈટીકા થી લઈને લીવર સંબંધિત બધી બીમારીયોનો ઈલાજ ચાચવો લગાવીને કરી શકે છે.
અંબારામનું કહેવું છે કે ચાચવો લગાવવાથી વ્યક્તિના શરીરની બીમારીઓ બળી જાય છે. અંબારામના આવા દાવાથી જ વશીભૂત થઈને લોકો તેમને ડોક્ટર સાહેબ કહીને પણ બોલાવે છે. કેટલાંક દર્દીઓ તો એવા છે કે, જેમણે કેટલીય વાર એમની પાસેથી ચાચવા લગાવ્યા છે. તેમાંથી એક ચંદરસિંહ, અત્યાર સુધી અગિયાર વાર ચાચવો લગાવી ચૂક્યાં છે. ચંદરસિંહનું કહેવું છે કે, ચાચવા લગાવવાથી તેમને આરામ મળી જાય છે. તે પેટનો દુ:ખાવો, માથાનો દુ:ખાવો અને લીવરથી જોડાયેલી બીમારીઓ માટે ચાચવો લગાવી ચૂક્યાં છે. પોતાના વાતને સાબિત કરવા માટે ચંદરસિંહે અમને તેમના પેટ પર, માથ પર, અને છાતી પર લગાવેલા ચાચવાના નિશાન અમને બતાવ્યાં.
|