અરવિંદ શુક્લા, લખનૌ
હવે તમે આને આસ્થા કહેશો કે અંધવિશ્વાસ ? કાશી વિશ્વનાથની નગરી વારાણસીના મંદિરોમાં જ નહી પરંતુ રાજધાની દિલ્હીના પણ ધણા શિવમંદિરોના શિવલિંગનો રંગ બદલાયો છે. એક જ દિવસમાં ધણા શિવલિંગનો રંગ બદલાયાની ઘટના બિલકુલ એવી જ લાગે છે જેમ પહેલા એકવાર, આખા દેશમાં ગણેશ ભગવાને દૂધ પીધુ હતુ.
ફોટોગેલેરી જોવા માટે અહીં ક્લિક કરો...
લખનૌના ચારધામ મંદિરમાં આવેલા શિવલિંગનો રંગ બદલાયો હોવાની સૂચના સાંભળીને ભક્તજનો ભક્તિરસમાં ડૂબી ગયા અને પૂજન-કિર્તન કરવાં લાગ્યા. આ ઘટના રવિવારે બપોરે 12 વાગ્યાના આસપાસની છે. જ્યારે મંદિરમાં ભક્તોએ કાળા પત્થરના ભગવાન શિવના લિંગનો રંગ કેટલીક જગ્યાએથી સફેદ થતા જોયો, ત્યારે દર્શનાર્થીઓ વિસ્મયમાં પડી ગયા. તે પછી તો ચર્ચાએ જોર પકડ્યુ. રાનીકટરામાં આવેલા ચારધામ મંદિરમાં મંદિર સંપત્તિના સ્વામી અને પ્રખ્યાત કુંદનલાલ જ્વેલર્સના અતુલ અગ્રવાલ પણ સપરિવાર મંદિરમાં પૂજન માટે આવી ગયા.
ચૌપટિયામાં આવેલા ચારોધામ સિધ્ધપીઠ મંદિરના પૂજારી પંડિત સિયારામ અવસ્થી આ ઘટનાને ઈશ્વરની અદ્ભૂત ઘટના બતાવી રહ્યા છે.
એ વાત અહીં સ્પષ્ટ છે કે જુનું લખનૌ તરીકે ઓળખાતો આ વિસ્તાર નાની કાશીના નામથી પ્રખ્યાત છે. અહીં ચારધામ મંદિર અને મોટી કાળીમાતાનો ધણો મહિમાં છે. જુના લખનૌની સાંકડી ગલીઓમાં આવેલા ચારધામ મંદિરમાં રામેશ્વરમ, બદ્રીનાથ, કેદારનાથ, દ્રારિકાધીશ અને જગન્નાથપુરીના સાક્ષાત દર્શન શક્ય છે. અહીં સ્વર્ગ અને નરકના પણ સાક્ષાત દર્શન થાય છે. મંદિરના પૂજારી પંડિત સિયારામ અવસ્થીનું કહેવું છે કે દ્વારિકાધીશ મંદિરની પ્રતિભા તો કાયદેસર રીતે પુરાતત્વ સર્વેક્ષણ પાસે નોંધાયેલી પણ છે.
ચારધામ મંદિરમાં આવેલ રામેશ્વરમ મંદિર બિલકુલ રામેશ્વરમાં આવેલ મંદિર જેવું બનાવેલું છે. શિવલિંગ પાસેથી જ લંકા જવા માટે રામસેતુ અને ત્યારબાદ રાવણ દરબાર બનેલો છે. જ્યાં આજકાલ રંગકામ ચાલી રહ્યું છે. આવો રાવણ દરબાર અન્ય સ્થાને જોવા નથી મળતો. અચરજની વાત છે કે રામેશ્વરમના નામથી બનેલા આ મંદિરના શિવલિંગે પોતાનો રંગ બદલ્યો. ભક્તજનો અને મંદિરના પૂજારી પંડિત સિયારામ અવસ્થી આ ઘટનાને રામસેતુ પર આવેલ સંકટ સાથે જોડી રહ્યા છે. તેમનુ કહેવું છે કે તમિલનાડુના મુખ્ય મંત્રી કરુણાનિધિના રામ વિરોધી બયાન અને ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્રારા ખોટુ સોગંધનામુ આપવાથી જ ચમત્કાર થયો છે.
રવિવારે રાજધાની લખનૌના રાનીકટરા મોહલ્લામાં આવેલ સંતોષી માતાના મંદિરમાં આવેલા શિવલિંગનો થોડાક ભાગનો રંગ બદલાવવાથી ભક્તજન હેરાન રહી ગયા. જૂના મંદિરમાં આવેલ સફેદ શિવલિંગના વચ્ચે લાલ રેખાઓ ખેંચાવાથી પણ શિવ ભક્ત અચરજ પામી ગયા. તેટલું જ નહી નંદીનો પણ રંગ બદલાયો. આ જ મંદિરમાં શિવલિંગમાં શિવની આંખો પણ ઉભરાયેલી જોવા મળી.
|