મુખ પૃષ્ઠ > ધર્મ > શ્રદ્ધા-અંધશ્રદ્ધા > લેખ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
લખનૌમાં શિવલિંગનો રંગ બદલાયો
રામ સેતુ પર સંક્ટને કારણે શિવલિંગનો રંગ બદલાયો !
W.DW.D
સંતોષી માતાના મંદિરના પૂજારી ચન્દ્ર શેખર તિવારીનું કહેવું છે કે તે છેલ્લા 20 વર્ષોથી આ મંદિરના પુજારી છે પરંતુ આવો ચમત્કાર તેમણે પહેલી વાર જોયો છે. તેમને કહ્યું કે ભગવાન જ ચમત્કાર બતાવે છે. જેથી ભક્તો ઈશ્વરના અંશને સમજી શકે. જે ભગવાન રામને અને શિવને નથી માનતા ત્યારે ભગવાન આવા ચમત્કારો બતાવે છે. જેને કારણે લોકો અદ્રશ્ય શક્તિને માનવા મજબૂર થઈ જાય છે. તેમનું કહેવું છે કે કેટલાય શિવ મંદિરમાં નાગ નીકળતા તો ક્યાંક કન્યા. આ બધો ભાવનાનો ખેલ છે. જેવી ભાવના, એવું જ પ્રભુનું સ્વરૂપ જોવા મળે છે.

હવે સમયની સાથે આ મંદિરમાં આવેલુ શિવલિંગ પોતાના મૂળ સ્વરૂપમાં પાછું આવી રહ્યું છે. ભક્તો જણાવે છે કે રવિવારે શિવલિંગમાં જેટલી લાલી હતી તે હવે ધીરે-ધીરે કાળા ગોળામાં ફેરવાઈ રહી છે.

રાણીકટરા ચૌપટિયાના રહેવાસી મધુબાળા, યોગિતા સિંહ, વંદના પાંડે, બૃજેશ પાંડે, અજીત કુમાર શર્મા, મનોજ મિશ્રા વગેરે શિવલિંગના રંગ બદલવાની ઘટનાને અદ્ભૂત સંજોગ માની રહ્યા છે.

શિવલિંગનો રંગ બદલાવવાની ઘટના પછી મંદિરમાં ભક્તોની ભીડ જામવા માંડી છે. એક સૂચના પ્રમાણે આ પ્રકારની ઘટના ચારબાગ, સરોજીનગરના ગૌરી ગામ વગેરે કેટલીય જગ્યાએ જોવા મળી છે. મોટાભાગના લોકો આ ઘટનાને આસ્થા અને વિશ્વાસની નજરથી જોઈ રહ્યા છે.

W.DW.D
પુરાતત્વ નિર્દેશાલયના ઉપનિર્દેશક પી.કે. સિંહે શિવલિંગનો રંગ બદલાવવાની ઘટનાને વૈજ્ઞાનિક શોધનો વિષય બતાવ્યો. તેમનું કહેવું છે કે આ પ્રકારની ઘટનાની જાણકારી તેમના વિભાગ દ્રારા સુરક્ષિત મૂર્તીઓની ઉંમર કેટલી છે, તે માહિતી તેઓ પાસે નથી. તેઓનું કહવું છે કે રંગ બદલાવવાની ઘટનાનો સંબંધ પુરાતત્વ અંવેષણ સાથે નથી. આ સંબંધમાં આઈ.ટી.આર.સી.ના પૂર્વ નિર્દેશક અને બાયોટેક પાર્કના મુખ્ય અધિકારી ડૉ. પી.કે. સેઠ પાસેથી જાણકારી માંગવામાં આવી, પરંતુ તેઓને પણ આ વિષય પર વધુ માહિતી નથી તેમ જણાવ્યું હતું. છેલ્લે તેઓએ આ વિષય પર વધુ તપાસ હાથ ધરી છે, તે મુજબ તેમણે આઈ.ટી.આર.સી.માં જ કોઈ વૈજ્ઞાનિક જોડે સંપર્ક કરવા માટે પોતાના ખાસ સચિવના માધ્યમથી પ્રયત્ન શરૂ કર્યા છે.
વિડીયો જુઓ
<< 1 | 2 
ફોટોગેલેરી
ફોટૉગેલેરી જોવા માટે અહીં ક્લિક કરો.. ..
ઘણું બધુ
ડામ લગાવીને રોગ ભગાડો  
દેવાસનું વધતું શિવલીંગ અને મંદિર !
કુતરુ કરડે તો કુકરૈલ નાળામાં સ્નાન કરો
સરોતા બાબાની આસ્થામાં ગુમાવ્યા જીવ
ફક્ત સ્પર્શથી કોઇ રોગ ભગાડી શકાય !
ફરશીવાળા બાબા