સમય વિતવાની સાથે-સાથે આ સંગ્રાલાયમાં મૂકેલા કેટલાય તાડપત્રો નષ્ટ પામ્યા. ત્યાં જ અંગ્રેજો દ્વારા કરવામાં આવેલી કેટલાક તાડ-પત્રોની લીલામીમાં વૈથીશ્વર મંદિરના કેટલાક પરિવારોએ આ પત્રોને ખરીદીને તેમનું વ્યક્તિગત અધ્યયન કર્યુ. પછી તેમની પેઢીઓએ આ કામને પૂર્વજોનો આશીર્વાદ સમજીને આગળ વધાર્યુ.
જો તમે પણ આ વિદ્યા દ્વારા તમારૂ ભવિષ્ય ખંખોળવા માંગતા હોય તો તમારે તમિલનાડુના શિવધામ વૈથીશ્વીશરન કોઈલ નામના ગામની યાત્રા કરવી પડશે. અહીં કેટલાય પરીવારો આ કામમાં લાગેલા છે. તમારે અહીંના જ્યોતિષ કેન્દ્રોમાં જઈને તમારા અંગૂઠાનું નિશાન આપવું પડશે. આ નિશાનોના આધારે જ્યોતિષાચાર્ય તમારા ભવિષ્યનું વિશલેષણ કરશે. નાડીનું અધ્યયન કરવાવાળા જ્યોતિષ તમારા અંગૂઠા પર બનેલી વિભિન્ન રેખાઓને સારી રીતે વાચીને, તેનું નાડી-પત્રોને આધારે અધ્યયન કરે છે. એવું માનવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિના અંગૂઠા પર માનક રૂપે કુલ 108 રેખાઓ હોય છે. આ તાડપત્રો આ રેખાઓને અનુરૂપ જ સુસજ્જ કરવામાં આવ્યા છે. કેટલીય વાર તો અંગૂઠા પર બનેલા ચિહ્નોના આધાર પર નાડી-પત્રોના વિશ્લેષણો ના આધાર પર ભારતીયોની સાથે-સાથે વિદેશી મૂળના લોકોનું ભવિષ્ય પણ જાણી શકાય છે. એવું મનાય છે કે વિશ્વના 40 ટકા લોકોના ભવિષ્યની જાણકારી તાડ-પત્રો દ્રારા મેળવી શકાય છે. બાકીના તાડપત્રો આજે સમયની સાથે-સાથે અધ્યયન કરવાની હાલતમાં નથી.
નાડી-જોશિયમના હેઠળ જ્યોતિષ તાડ-પત્રોના સમૂહમાંથી એક તાડપત્ર કાઢે છે અને વ્યક્તિને તેના વ્યક્તિગત જીવનથી સંબધિત કેટલાંક પ્રશ્નો કરે છે. તમારે ફક્ત 'હા' કે 'ના' માં પ્રશ્નોનો જવાબ આપવો પડશે. જો તમારા જવાબ નાડી-પત્રમાંથી નહી મળે તો તે પત્રને છોડીને જ્યોતિષ બીજો પત્ર ઉઠાવશે અને આ પ્રક્રિયાને ફરીવાર કરશે. આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલશે, જ્યા સુધી તમને જવાબોને અનુરૂપ નાડી-પત્ર નહી મળી જાય. આ પ્રકારની વિધિ દ્વારા ભવિષ્યફળ જાણવામાં ફક્ત એક વ્યક્તિના કેટલાય કલાકો વીતી જાય છે.
આ પછી જો તમારા અંગૂઠાના નિશાનવાળુ તાડ પત્ર મળી જાય તો જ્યોતિષ તે પત્રના અધ્યયન દ્વારા તમારુ નામ, પતિ-પત્ની અને પરિવારની જાણકારી આપશે. એટલું જ નહી તે તમારા બાળકો, કાર્યક્ષેત્ર અને વ્યક્તિગત જાણકારી પણ તમને બતાવશે. સાથે-સાથે તમારા જીવન સાથે સંકળાયેલી સમસ્યાઓનો ઉકેલ પણ તમને બતાવશે. ભારતમાં નાડી જ્યોતિશિયમનું મુખ્ય કેન્દ્ર વૈથીશ્વરમ મંદિર છે. તે સિવાય ચેન્નઈની જોડે તંબારમ અને દિલ્લીમાં પણ આના કેન્દ્રો છે. વિદેશથી આવેલા કેટલાંક લોકો આ ક્રિયાથી સંતુષ્ટ છે. જ્યારે અમે અમારા મિત્ર સાથે આવા જ એક જ્યોતિષ કેન્દ્રમાં પહોચ્યા તો અમારી સાથે શું થયુ..... શુ અમે અમારુ ભવિષ્ય જાણી શક્યા... શુ અમારા અંગૂઠાના નિશાનવાળુ તાડ-પત્ર મળી શક્યુ. ..
આ બધુ જાણવા માટે નાડી જ્યોતિષ કેન્દ્ર પર બનાવેલો અમારો આ ખાસ વીડિયો ........
|