આ સાથે જ મધ્યપ્રદેશના કેટલાય શહેરોમાં અમને આવા જ દ્રશ્યો જોવા મળ્યા.... ક્યાંક તો કોઈ પોતાને દુર્ગાનો અવતાર માનતા હતા તો ક્યાંક કોઈ કાળીનું રૂપ લઈને બેસી હતી. શક્તિ પૂજાનું આ દ્રશ્ય ધીરે-ધીરે ભયાનક રૂપ ધારણ કરી રહ્યું હતુ. વિચિત્ર રીતે ઝૂમતા લોકોએ દેવીને પોતાનું રક્ત ચઢાવવાનું શરૂ કરી દીધુ હતુ. જી, હાઁ, અહીં અમે વાત કરી રહ્યા છે આઁત્રી માતાના મંદિરની. નીમચથી લગભગ 60 કિ.મી. દૂર આ મંદિર આવેલું છે. આ મંદિરની માન્યતા છે કે જે વ્યક્તિ માઁના દ્વારે જીભ ચઢાવે છે તેની મનોકામના પૂરી થાય છે. અહીંના પૂજારીનું કહેવું છે કે માતાના દ્વારે અત્યાર સુધી સેંકડો લોકો જીભ ચઢાવી ચૂક્યાં છે.
અહીં જીભ ચઢાવી રહેલા મનોહર સ્વરૂપના ભાઈએ અમને બતાવ્યું કે લગ્નના 12 વર્ષ પછી પણ મનોહરના ઘરે પારણું નહોતું બંધાયુ. મનોહરે આઁત્રી માતાના મંદિરે માનતા માની હતી કે, જો તેની પત્નીનો ખોળો ભરાશે તો તે અહીં આવીને પોતાની જીભ ચઢાવશે. માતાએ મનોહરની મનોકામના પૂરી કરી તેથી તે અહીં જીભ ચઢાવવા આવ્યો છે. અને અમારી સામે જ મનોહરે પોતાની જીભ કાપીને દેવીની સામે ચઢાવી દીધી. મનોહર એકલો નહોતો, તેના જેવા ધણા લોકોએ માઁ ને પોતાની જીભ ચઢાવી. અહીંની માન્યતા છે કે, જીભ ચઢાવ્યાં પછી ભક્તને મંદિરમાં જ રોકાવવું પડે છે. આઠ થી દસ દિવસ સુધી મંદિરમાં રોકાયા પછી ભક્તની જીભ પાછી આવી જાય છે. પહેલાં અહી જીભ ચઢાવી ચૂકેલા પ્રભાત દેવે પણ અમારી સામે દાવો કર્યો કે માઁની કૃપાથી દસ દિવસમાં જ તેમની જીભ સારી થઈ ગઈ. જીભ ચઢાવવાના આ દ્રશ્યએ અમને અંદર સુધી હચમચાવી નાખ્યાં. શું માઁને ખુશ કરવા માટે બાળકોએ પોતાના શરીરને કષ્ટ આપવું પડે છે ? શું આવી જ રીતે માઁ તેમની મનોકામના પૂર્ણ કરે છે ? ગાંડાંની જેમ ઝૂલતા લોકોની અંદર શું સાચે જ કોઈ દૈવી શક્તિ પ્રવેશ કરે છે ? આ બધા સવાલોનો જવાબ અમારી પાસે નહોતો..... અમારી પાસે તો હતો શ્રધ્ધાળુઓની શ્રધ્ધાનો સાગર....એવો સાગર કે જેને જોઈને શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે.
|